ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હી-ગઈછમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ગુરુવારે, દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (અચઈં) 506 હતો, જે જોખમી કેટેગરીમાં આવે છે. વિશ્ર્વભરમાં વાયુ પ્રદૂષણને માપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈંચ એર દ્વારા ગુરુવારે લાઇવ રેન્કિંગમાં, દિલ્હીને વિશ્ર્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરગ્રામ અને ફરીદાબાદમાં હવા બહુ જ ઝેરી બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કડક પ્રદૂષણ નિયંત્રણના પગલાં ૠછઅઙ સ્ટેજ-4 લાગુ કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોની સુરક્ષા માટે આ કડક પગલાં જરૂરી છે. સામાન્ય લોકો પણ માસ્ક પહેરે અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે તે સલાહ આપવામાં આવી છે.



