-કન્સ્ટ્રકશન સ્કુલો બંધ: માત્ર આવશ્યક ચીજોની સપ્લાય કરતા વાહનોને અવરજવરની છુટ્ટ
પાટનગર દિલ્હીમાં વધુને વધુ ખરાબ થતાં હવામાન-પ્રદુષણથી લોકોના આરોગ્યને વિપરીત અસર રોકવા ‘ગ્રેપ’નો ચોથો તબકકો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે અંતર્ગત ડિઝલ વાહનોનો પ્રવેશ અટકાવી દેવાતા પાટનગરની સીમાએ 50,000 ટ્રકનાં થપ્પા લાગી ગયા છે.
- Advertisement -
દિલ્હીનાં પરિવહન વિભાગે ફળ-શાકભાજી-દુધ-દવા તથા આવશ્યક ચીજોની સપ્લાયમાં સામેલ હોય તે સિવાયનાં તમામ માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.જોકે સીએનજી-એલએનજી તથા ઈલેકટ્રીક વાહનોને મુકિત અપાઈ છે. ડિઝલથી દોડતા વાહનો પર પ્રતિબંધ મુકાયો હતો.દેશના કોઈપણ રાજયમાં રજીસ્ટર્ડ થયેલા આવા વાહનો પર પ્રવેશ પ્રતિબંધ રહેશે.આ આદેશને પગલે દિલ્હીની બહાર જ 50,000 વાહનોને રોકી દેવામાં આવ્યા છે.
#WATCH | Delhi: The air quality in Delhi is in the 'Severe' category as per the Central Pollution Control Board.
(Drone camera visuals from near DND Flyover, shot at 9.30 a.m) pic.twitter.com/mt3A2FWaWl
- Advertisement -
— ANI (@ANI) November 6, 2023
ડિઝલથી દોડતા વાહનો દિલ્હીમાં પકડાય તો આકરો દંડ ફટકારવાનો આદેશ કરાયો છે. આ વાહનોને રોકવા સમગ્ર પાટનગરમાં 114 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી બીએસ-3 પેટ્રોલ તથા બીએસ-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાગુ હતો. છેલ્લા ત્રણ દિવસમાં આ નિયમ હેઠળ ત્રણ કરોડનો દંડ ફટકારાયો છે.
રીપોર્ટમાં એમ જણાવાયું છે કે, દિલ્હીની હવામાં સામાન્ય કરતાં પાંચ ગણા વધુ પ્રદુષક કણ મૌજુદ છે. પીએમ 2.5 નું સ્તર 60 થી નીચે હોવાના સંજોગોમાં જ નોર્મલ ગણવામાં આવે છે. તેની સરખામણીએ પીમ 1.7નુ સ્તર 475 નોંધાયું હતું જયારે પીએમ 2.57 નું સ્તર 390 પર રહ્યું હતું. આ વર્ષે દિલ્હીમાં સપ્ટેમ્બર સુધી પ્રદુષણ સ્તર સંતોષજનક હતું. પરંતુ આવતા વરસાદ તથા ઉતર-પશ્ર્ચિમી પવનોથી તે ખરાબ થવા લાગ્યુ હતું.
કેન્દ્રીય પદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટ પ્રમાણે પાટનગરનું હવા પ્રદુષણ 454 રહ્યું હતું. જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવી જાય છે. આકાશમાં ધુમાડાની ગાઢ ચાદર પથરાયેલી છે તેને કારણે વિઝીબીલીટીને પણ અસર થઈ હતી.