ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 3714 નવા કેસો સામે આવ્યા છે. જયારે કાલે 4518 નવા કેસો નોંધાયા હતા. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 26,976 થઇ ગઇ છે. જયારે છેલ્લા 24 કલાકમાં 7 કોરોના દર્દીઓની મૃત્યુ થઇ ગઇ છે, જેથી કુલ મૃત્યુઆંક 5,24,708 પર પહોંચી ગઇ છે. મળેલા રિપોર્ટ અનુસાર, 2,513 દર્દીઓ સંક્રમણથી સાજા થયા છે. જેથી કુલ મળીને દેશમાં અત્યાર સુધીમાં 4,26,33,365 લોકો કોરોનાની સાજા થયા છે.
- Advertisement -
આ પહેલા 5 જૂનના રોજ 4,518 કેસો સામે આવ્યા, જયારે આ પહેલા 5 જુનના 4,270 નવા કેસો સામે આવ્યા હતા, જયારે 4 જુનના 3,962 નવા કેસો સામે આવ્યા હતા. 1 જુનના 2,745 અને 2 જુનના 3,712 કેસો દાખલ થયા હતા. 4 જુનના સૌથી વધુ 26 લોકોની કોરોના વાયરસથી મૃત્યુ થઇ હતી. આંકડાઓના હિસાબે દેશમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસોનો રેટ 0.06 ટકા છે, જયારે રિકવરી રેટ 98.8 ટકા પર પહોંચી ગયો છે.
#COVID19 | India reports 3,714 fresh cases, 2,513 recoveries, and 7 deaths in the last 24 hours.
Total active cases are 26,976 pic.twitter.com/mZIs8dP73f
- Advertisement -
— ANI (@ANI) June 7, 2022
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 194,27,16,543 વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી કાલે 13,96,169 ડોઝ આપવામાં આવ્યા. ભારતમાં રસીકરણની શરૂઆત 16 જાન્યુઆરી 2021ના થઇ હતી.
જુનના પહેલા અઠવાડિયામાં કોરોનાના કેસોમાં થયો વધારો
છેલ્લા અઠવાડિયામાં દેશમાં 25,000થી વધારે કેસો નોંધાયા છે. આ આંકડાઓ છેલ્લા 3 મહિનામાં સૌથી વધારે છે. પરંતુ રાહતની વાત એ છે કે, મૃત્યુ દર ઓછો છે. 30 મેથી 5 જુનની વચ્ચે સૌથી વધુ કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. આ દરમ્યાન દેશમાં 25,300થી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. સાથએ જ 10 રાજયોમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળ્યો છે.



