ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજ, શ્રી બાલાજી હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ અને શનિવારના દિવસે દાદાને સફેદ પુષ્પોના દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આજે સાંજે મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે, તેમજ અહીં સાંજે રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે, રાજકોટ નું સૌથી વધારે ભીડ વાળું આ મંદિર છે, સાથે હજારો ભક્તો બાલાજી દાદાની પ્રત્યક્ષ અને સોશિયલ મીડિયાના માધ્યમથી (પરોક્ષ રીતે ) દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે આપ પણ પરિવાર સાથે પધારી દાદાના દર્શન કરી દાદાની રાજોપચાર પદ્ધતિથી થતી આરતીનો અલભ્ય લાભ લો તેમ બાલાજી મંદિરની યાદીમાં જણાવાયું છે.