ગરમીથી બચવા લોકો ઓનલાઇન ખરીદી કરતાં થયા જેથી ઓફલાઇન ખરીદી ઓછી થઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
- Advertisement -
તીવ્ર ગરમી અને સુસ્ત માંગને કારણે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં દેશમાં સ્માર્ટફોનના વેચાણમાં વાર્ષિક ધોરણે બે ટકાનો ઘટાડો નોંધાયો છે. વેચાણની દ્રષ્ટિએ, રેડમી સૌથી આગળ રહ્યું જ્યારે વેચાણ મૂલ્યની દ્રષ્ટિએ, સેમસંગ સૌથી આગળ હતું. ગ્લોબલ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના રિપોર્ટ અનુસાર, એપ્રિલ થી જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતમાં વેચાયેલા સ્માર્ટફોનમાં 5 જી ડિવાઈસનો હિસ્સો 77 ટકા હતો, જે અત્યાર સુધીનું સૌથી વધુ પ્રમાણ છે. બીજી ખાસ વાત એ છે કે મૂલ્યની દ્રષ્ટિએ ભારતીય સ્માર્ટફોન માર્કેટે આ ત્રિમાસિક ગાળામાં પહેલાં કરતાં આગળ રહ્યું હતું. સ્માર્ટફોન કંપનીઓએ તેમના સ્ટોક ક્લિયર કરવા માટે ઘણી સ્કીમો આપી અને ઘણી ઈવેન્ટ પણ યોજી હતી. વરિષ્ઠ સંશોધન વિશ્લેષક શિલ્પી જૈને જણાવ્યું હતું કે આ ત્રિમાસિક ગાળામાં દેશના વિવિધ પ્રદેશોમાં તીવ્ર ગરમીને કારણે, ઓછા ગ્રાહકો દુકાનો પર પહોંચ્યા હતા. ગરમીથી બચવા માટે લોકો ઓનલાઈન ખરીદી કરતાં થયા હતા જેથી ઓફલાઇન સ્માર્ટફોનની ખરીદીમાં ધટાડો નોંધાયો હતો.
25% ભાવવધારા બાદ હવે મોબાઈલ કોલ સસ્તા કરાશે
કંપનીઓ બિનજરૂરી પ્લાન ગ્રાહક પર ઠોકી બેસાડે છે ત્યારે નવા ટેરિફમાં ટ્રાઈએ માત્ર કોલ અને એસએમએસના પ્લાન અંગે સૂચનો માંગ્યા
હાલમાં જ મોબાઈલ ફોનના કોલના દરમાં વધારાથી કરોડો લોકોને ઝટકો લાગ્યો છે. દુરસંચાર કંપનીઓએ પોતાના ચાર્જમાં 25 ટકાની વૃદ્ધિ કરી છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય દુર સંચાર નિયામક મતલબ ટ્રાઈએ સામાન્યજનને રાહત અપાવવાની દિશામાં કવાયત શરૂ કરી દીધી છે. દુરસંચાર નિયામકનું કહેવું છે કે, ફોન કંપનીઓના ગ્રાહકો સતત આરોપ લગાવી રહ્યા છે કે જે પ્લાનની તેમને જરૂર નથી, ટેલિકોમ કંપનીઓ થોપી રહી છે. પરામર્શ પત્રમાં સૂચન માંગવામાં આવ્યું છે કે દુરસંચાર ગ્રાહક સંરક્ષણ અધિનિયમમાં સુધારાની જરૂર છે? આ સાથે જ એક નવો ટેરિફ પ્લાન લોન્ચ કરવા પર જોર અપાયું છે. આ પ્લાન માત્ર કોલ અને એસએમએસની મંજુરી આપશે. તેમાં ઈન્ટરનેટ, ઓટીક જેવા ફિચર ઉપલબ્ધ નહીં થાય. મોબાઈલ રિચાર્જ સસ્તો કરવા માટે દુરસંચાર નિયામક ઓથોરિટીએ એક પરામર્શ પત્ર ઈસ્યુ કર્યો છે. જેમાં દુરસંચાર ઉદ્યોગ સંબંધીત બધા ભાગીદારો પાસેથી માત્ર કોલીંગ અને એસએમએસવાળા પ્લાન જાહેર કરવાને લઈને સૂચનો મંગાયા છે. જો દુરસંચાર કંપનીઓ ગ્રાહકોને માત્ર કોલીંગ અને એસએમએસ વાળા પ્લાન રજુ કરશે તો નિશ્ચિત રીતે તેની કિંમત ઘટશે.
- Advertisement -
વિશ્ર્વમાં સૌથી ઓછા કોલ દર ભારતમાં: દુરસંચાર મંત્રી જયોતિરાદીત્યનો દાવો
દુરસંચાર મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતમાં હવે 117 કરોડ મોબાઈલ કનેકશન અને 93 કરોડ ઈન્ટરનેટ કનેકશન છે. દુનિયામાં ભારતમાં સૌથી ઓછા કોલ દરો છે. પહેલા મિનિટ દીઠ કોલ દર 53 પૈસા હતો, જે હવે માત્ર 3 પૈસા રહી ગયો છે. એક જીબી ડેટાની કિંમત 9.12 રૂપિયા છે, જે પણ સૌથી ઓછા દર છે.