કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
આજી-1 ડેમ ખાતે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને નાકરાવાડીમાં ‘વેસ્ટ ટુ કમ્પોસ્ટ’ પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત
- Advertisement -
નવા ભળેલા ઘંટેશ્ર્વર વિસ્તારમાં પાણીની ડી.આઈ. પાઈપલાઈન નખાશે
સંતોષ પાર્ક મેઈન રોડ પર બનેલા કોમ્યુનિટી હોલના ભાડાના દર નક્કી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કાલે બપોરે 12 વાગ્યે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મળશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ શાખાઓની 66 જેટલી દરખાસ્તો પર મહોર મારવામાં આવશે. આ કાર્યસૂચિમાં શહેરના પાયાના માળખાગત વિકાસથી લઈને કર્મચારીઓના કલ્યાણ સુધીના અનેક મહત્વના કામોનો સમાવેશ થાય છે. જામનગર રોડ અને બીજા 150 ફૂટ રિંગ રોડ જંકશન પાસે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવાની દરખાસ્ત, શહેરની શાન સમા લાલપરી તળાવનું બ્યુટીફિકેશન અને વિકાસ કરવા માટેનો મહત્વનો નિર્ણય, વોર્ડ નં. 11માં મવડી ગામ પાસે નવો ગાર્ડન અને રેસકોર્ષના ફૂટબોલ ગ્રાઉન્ડને કોચિંગ માટે ભાડે આપવા અંગે
નિર્ણય લેવાશે.
આજી-1 ડેમ ખાતે 75 ખકઉ ક્ષમતાનો અદ્યતન ફિલ્ટર પ્લાન્ટ 5 વર્ષના મેન્ટેનન્સ, ઘંટેશ્વર, રૈયાધાર અને આજી હેડવર્કસ વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાના કામો, પાઇપલાઇન સુવિધા વગરના વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા, નાકરાવાડી ખાતે 250 ઝઙઉનો વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ બનાવવાની અને બેકહો લોડર વાહનો ખરીદવાની દરખાસ્ત, રખડતા શ્વાનો માટે નસબંધી, રસીકરણ અને માધાપર ખાતે ડોગ ફ્રેન્ડલી સેન્ટર તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાનું આયોજન, મનપાના વિવિધ કર્મચારીઓના આશ્રિતોને સારવાર ખર્ચ પેટે ખાસ આર્થિક સહાય મંજૂર કરવાની દરખાસ્તો રાખવામાં આવી છે. જેના પર કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.



