દામોદરકુંડ તીર્થ ગોર સમિતિનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢના દામોદર કુંડ ખાતે અસ્થિ વિસર્જન માટે કોઇ દક્ષીણા લેવામાં નહીં આવે એવો નિર્ણય તિર્થ ગોર સમિતિએ લીધો છે. દામોદરકુંડ તિર્થગોર સમિતિના પ્રમુખ નિલેશભાઇ પુરોહિતે જણાવ્યુ છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની કરૂણાંતિકામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના અસ્થિ વિસર્જન માટે જે કોઇ તેમના પરિવારજન આવશે તેમની પાસેથી કોઇ પ્રકારની દક્ષીણા લેવામાં નહીં આવે સાથે તેઓના આત્માની શાંતિ માટે પિતૃ કાર્ય મોક્ષ માટે વિધિ પણ વિનામૂલ્યે કરાવી આપીશુ.
આ સાથે રવિવારે ભૂતનાથ મહાદેવ મંદિરે પણ શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા. દામોદરકુંડ તિર્થ પુરોહિત દ્વારામોરબીની દુર્ઘટના વખતે પણ મૃતકોના અસ્થિ વિસર્જન માટે દક્ષીણા લેવામાં આવી ન હોતી એમ પણ સમિતિએ જણાવ્યુ હતુ.