મંથન માંડલિયાએ બેન્કમાંથી પૈસા લઈ બહાર નીકળતી વખતે બે બાઈક સવારે 30 લાખની લૂંટ આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી
ગણતરીની કલાકોમાં જ પોલીસે લૂંટની ઘટનાનો ભેદ ઉકેલ્યો: પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા વાસ્તવિકતા
સામે આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મીલપરા મેઈન રોડ પર 30 લાખની લૂંટની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. મળતી માહિતી મુજબ આવી કોઈ લૂંટ ન થઈ હોવાનું સામે આવ્યું છે. મંથન માંડલિયાએ લૂંટ થઈ હોવાનું નાટક રચી પોલીસ ફરિયાદ કરી હતી. જેને લઈને રાજકોટ પોલીસ તંત્ર દોડતું થયું હતું. થોડા સમય પહેલા એવી ઘટના સામે આવી હતી કે, બેન્કમાંથી પૈસા ઉપાડી મીલપરા મેઈન રોડ પરથી પસાર થતા સમયે 30 લાખ રૂપિયાથી ભરેલો થેલો બે બાઈક સવાર લૂંટી ગયા હતા. ત્યારે ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી લૂંટની દિશામાં તપાસ આગળ ધરી હતી પરંતુ પોલીસે તપાસ કરતા એવું સામે આવ્યું કે, અહીં કોઈ લૂંટ થઈ નથી. ત્યારે મંથન માંડલિયાની પૂછપરછ કરતા સામે આવ્યું કે, દેવું વધી જતા બેન્ક કર્મચારીએ લૂંટની ઘટના ઉભી કરી હતી. પોલીસને ગેરમાર્ગે દોરી જનાર મંથન માંડલિયા વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે.