કોઈ વાહનચાલક ફરી ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ?
મનપા હજુ સુધરતી નથી, આ ખોદેલી જગ્યાની આસપાસ યોગ્ય બેરીકેડ મૂકવા અને તેને કોર્ડન કરવી જરૂરી
- Advertisement -
થોડા દિવસ પહેલાં જે રૈયા ટેલિફોન એક્સચેન્જે ઘટના ઘટી તે ફરીવાર બને તો નવાઈ નહીં!
ખાસ-ખબર સંવાદદાતા
તા. 27 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવ હતી. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 150 ફૂટ રિંગરોડ પર બાઈક લઈને પસાર થતો હર્ષ ઠક્કર બેરીકેટ વગરના ખાડામાં પડી જતા મોતને ભેટે છે. પ્રથમ નજરે તો આ અકસ્માત લાગે છે. કામ ચાલતું હોય ત્યાં બેરીકેટ મુકવા કે તે જગ્યાને કોર્ડન કરવું ફરજીયાત બને છે જે નહોતું. અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરના સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તેવી જ ઘટના જો ફરીથી રામાપીર ચોકમાં બને તો નવાઈ નહીં! કારણ કે, ત્યાં જેવો જ ખાડો રામાપીર ચોકમાં જ ખોદાયો છે.
જ્યાં માત્ર રિબિન બાંધવામાં આવી છે. ત્યાં પતરાની આડશ કે, બેરીકેટ મુકવામાં આવ્યા નથી. જો કોઈ વાહનચાલક અચાનક જ તેમાં પડી જાય તો જવાબદાર કોણ રહેશે? રૈયા ટેલિફોન એક્સચેન્જે જે ઘટના બની તેમાં એકનો એક દીકરો મોતને ભેટ્યો. છતાં પણ મહાનગરપાલિકા તંત્ર હજું સુધરતું નથી.