હોંગકોંગમાં અનેક હાઇ-રાઇઝ ટાવર બ્લોક્સમાં વિનાશક આગ ફાટી નીકળી છે, જેમાં ઓછામાં ઓછા 55 લોકો માર્યા ગયા છે, જે તેને 60 કરતાં વધુ વર્ષોમાં શહેરનું સૌથી ભયંકર બનાવ્યું છે. 270 થી વધુ લોકો ગુમ થયાની જાણ કરવામાં આવી છે અને હજારો રહેવાસીઓ સ્થળાંતર આશ્રયસ્થાનોમાં છે.
હોંગકોંગમાં ટાવરિંગ ઇન્ફર્નો જેવી ઘટના સર્જાઈ છે. અહીંના તાઇપો ક્ષેત્રમાં આઠ બહુમાળી ઇમારતમાં આગ લાગી ગઈ છે. તેમા 55ના મોત થયા છે અને 25થી પણ વધુ લોકો દાઝ્યા છે. તેમા એક ફાયરબ્રિગેડના કર્મચારીનું પણ મોત થયું હોવાનું કહેવાય છે. આગ એટલી ભયાનક છે કે 700થી પણ વધુ ફાયરબ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવામાં લાગેલા છે.
- Advertisement -
ભયંકર આગના લીધે આ આઠેય ઇમારતો જાણે મોટો આગનો ગોળો બની ગઈ. આ આગને જોતાંની સાથે જ લોકોના મગજ પર જાણે 9-11 ઇલેવન જેવી ઘટના તાજી થઈ. આગની ઘટનાના પગલે અફડાતફડી મચી ગઈ, લોકો બહાવરા બનીને આમતેમ દોડવા લાગ્યા. નવ જણને ઘટનાસ્થળે મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા.
હોંગકોંગ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ 700થી પણ વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હજી પણ કેટલાય લોકો ઇમારતમાં ફસાયેલા હોવાની આશંકા છે. તેના પગલે મૃત્યુઆંક ઉચકાય તેવી પૂરેપૂરી સંભાવના છે. વાંગ ફુક કોર્ટ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આવેલી હાઉસિંગ સોસાયટીમાં કુલ આઠ બહુમાળી ઇમારતો અને બે હજાર ફ્લેટવાળું મોટું હાઉસિંગ એસ્ટેટ છે, જેમાં 4600થી પણ વધુ લોકો રહે છે. તેમા મોટી સંખ્યામાં વૃદ્ધો સામેલ છે. આગના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
ફાયરબ્રિગેડ વિભાગના એક અધિકારીએ કોન્ફરન્સમાં જમાવ્યું હતું કે મૃત્યુ પામનારામાં 55માંથી નવ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્યને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ભયાનકતાનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે મોટાપાયા પર ફાયરબ્રિગેડ કર્મચારીઓ તેને બુઝાવવામાં લાગેલા છે. આ આગનું સ્થળ રેલ્વે સ્ટેશનથી માંડ 500 મીટરના અંતરે હોવાથી સ્ટેશનની બહાર પણ તેની ગંધ અનુભવાય છે.




