– રેલવેએ જણાવ્યું અકસ્માત પાછળનું કારણ
આંધ્રપ્રદેશના વિજિયાનગરમમાં બે ટ્રેનો અથડાઈ જેમાં 11 લોકોના મોત થયા છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો વિશે કહ્યું કે ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે
- Advertisement -
આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં બે ટ્રેનો અથડાઈ હતી, જેમાં મોતનો ગોઝારો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. એવામાં ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECOR) એ અકસ્માતના કારણો અંગે આશંકા વ્યક્ત કરી છે. ECoRનું કહેવું છે કે આ ટ્રેન દુર્ઘટના માનવીય ભૂલને કારણે થઈ છે. જણાવી દઈએ કે, આ અકસ્માતમાં લગભગ 54થી વધુ લોકો ઘાયલ થયા છે. દરમિયાન, દુર્ઘટના બાદ વિજિયાનગરમ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
VIDEO | Track restoration work underway on the Howrah-Chennai railway line, day after the collision of two trains in Andhra Pradesh’s Vizianagaram district. pic.twitter.com/Iw0egHlv2y
— Press Trust of India (@PTI_News) October 30, 2023
- Advertisement -
ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું
હવે વાત એમ છે કે મુખ્ય જનસંપર્ક અધિકારી વિશ્વજીત સાહુએ કહ્યું, “વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન દ્વારા સિગ્નલનું ‘ઓવરશૂટિંગ’ થયું હતું. જેના કારણે બંને ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. સાથે જ ઓવરશૂટીંગ શબ્દને સમજાવતા, મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યું કે જ્યારે ટ્રેન લાલ સિગ્નલ પર રોકવાને બદલે આગળ વધે છે ત્યારે આવું થાય છે.
ટ્રેનો વચ્ચે ટક્કર બાદ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા
અન્ય રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતને કારણે વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08532)ના બે પાછળના કોચ અને વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર (ટ્રેન નંબર 08504)ના લોકો કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. બે ટ્રેનો વચ્ચે ટક્કર બાદ ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતા અનેક મુસાફરો દબાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે એક બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું.
VIDEO | Passenger train derails near Vizianagaram, Andhra Pradesh. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/z0St0jyv8y
— Press Trust of India (@PTI_News) October 29, 2023
મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય
આ મોટી દુર્ઘટનાને લઈને PM મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તેમજ રેલવે મંત્રી સાથે ફોનમાં વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી, સાથે જ PMNRF માંથી મૃતકોના પરિજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય રાશિની પણ જાહેર કરી હતી.
🚨 Two passenger trains collided in Vizianagaram district, Andhra Pradesh last night. 13 people died and 40 injured. (ANI) pic.twitter.com/hbtSQteLbj
— Indian Tech & Infra (@IndianTechGuide) October 30, 2023
રેલવે મંત્રાલયે હેલ્પલાઇન નંબર જારી કર્યા
આ દુર્ઘટના બાદ રેલવે મંત્રાલયે કેટલાક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. BSNL નંબર 08912746330, 08912744619 એરટેલ સિમ 8106053051, 8106053052 બીએસએનએલ સિમ 8500041670, 8500041671.