મોતની સજા પામેલા દોષીઓની અપીલ પર સુનાવણીમાં આટલો વિલંબ ન્યાયિક પ્રશાસનની ખામી: પૂર્વ ન્યાયાધીશ પાટીલ
જુલાઈ 2006 માં મુંબઈ લોકલ ટ્રેનમાં થયેલા બોમ્બ ધડાકાને 17 વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી આ ઝનાના 5 અપરાધીઓને મળેલી ફાંસીની સજા પર બોમ્બે હાઈકોર્ટની મહોર લાગી નથી. સપ્ટેમ્બર 2015 માં મુંબઈની સેસન્સ કોર્ટે આ કેસમાં 12 આરોપીઓને દોષી ઠેરવ્યા હતા.જેમાં 5 લોકોને ફાંસીની સજા ફટકારાઈ હતી.
- Advertisement -
જયારે બાકીનાઓને આજીવન કારાવાસની સજા ફરમાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની મંજુરી વિના ફાંસીની સજાની પુષ્ટિ નથી થતી.ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજય સરકારે હાઈકોર્ટંમાં અપીલ કરી હતી. જયારે આરોપીએ ફાંસીની સજાને પડકારી હતી. જોકે 2015 થી અત્યાર સુધી અપીલની સુનાવણી શરૂ નથી થઈ.દરમ્યાન આ મામલો હાઈકોર્ટની 9 જુદી જુદી બેન્ચો પાસે સુનાવણી માટે ગયો હતો.
આ મામલે પૂર્વ ન્યાયાધીશ બી.જી.કોલસે પાટીલે જણાવ્યું હતું કે મોતની સજા પામેલા દોષીઓની અપીલની સુનાવણીમાં આટલો વિલંબ ન્યાયીક પ્રશાસનની ખામીઓ બતાવે છે.આ વિષય પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ કારણ કે મૃત્યુ કરતા મૃત્યુનો વિચાર વધુ પીડાદાયક હોય છે.
શું હતો મામલો? : 11 જુલાઈ 2006 ના પશ્ચિમ રેલવેના અલગ અલગ લોકેશનો પર સાત જગ્યાએ બોમ્બ ધડાકા થયા હતા.જેમાં 180 લોકોના મોત થયા હતા અને 800 લોકો ઘાયલ થયા હતા. 2006 અને 2008 વચ્ચે એટીએસે ઈન્ડીયન મુજાહીદીન સાથે જોડાયેલા 13 લોકોની ધરપકડ કરી હતી. ત્યારે કોર્ટે 12 લોકોને દોષી ઠેરવ્યા હતા અને 1 આરોપીને છોડી દીધો હતો.
- Advertisement -