ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વેરાવળમાં છેલ્લા ચાર દિવસથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે છેલ્લા ધણા વર્ષ થી વેરાવળ ના તાલાલ નાક વિસ્તારમાં અલીબાબા સોસાયટી તેમજ શાહીગરા સહિત ની કોલોનીમાં વરસાદના પાણીનો યોગ્ય નિકાલના હોવાને લીધે વારંવાર પાણી ભરાઈ જતાં ની ફરિયાદ ઉઠી છે ત્યારે આજે બપોર ના સમય બે મિત્રો આ વરસાદના પાણીમા ગરકાવ થઈ જતાં મૃત્યુ પામ્યા હતા
- Advertisement -
જાણવા મળતી વિગત અનુસાર આજે બપોરના સમયે વેરાવળ સોમનાથ ટોકીઝ વિસ્તાર મહેક સ્કૂલ પાસે બે કિશોર દાનિશ ગફાર ખોખર ઉ. વ18 અલફેઝ અમીન પંજા ઉ. વ. 18 બંને જણા બપોર ના સમયે બે વાગ્યા રસ્તા પાસે થી પસાર થતા હતા એ સમય પગ લપસી જતા હતા એક મિત્ર બચાવ જતા બંને પાણી મા ડુબી ગયેલ હતા હાજર લોકો એ ફાયર બ્રિગેડ ની ટીમ ને જણા કરતા બંને યુવાન ની શોધખોળ હાથ ધરી હતી ત્યારે કલાકની જહેમત બાદ શોધી કાઢ્યા હતા અને બંનાના મૃતદેહને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા હાજર તબીબી બંને યુવાનો ને મૃત્યુ જાહેર કરેલ આ ધટના ને લઈને મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી.
આ ધટના ની જાણ થતા હોસ્પિટલ ખાતે લોકો ટોળે ટોળાં એકઠાં થવા લાગ્યા હતા.