પોલીસે ફાયરિંગ કરનાર સહિત 3 આરોપીની અટકાયત કરી, પતિ-પત્નીના ઝઘડાએ નિર્દોષનો જીવ લીધો
ક્સાઢિયા પુલ નજીક પારિવારીક બબાલનું સમાધાન કરવા ૠજઝનો કર્મચારી વચ્ચે પડ્યો, આર્મીમેને 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું
ગઈકાલે રાત્રે એક ફાયરિંગની ઘટના સામે આવતા શહેરવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરમાં અવારનવાર હત્યા, તોડફોડની ઘટનાઓ સામે આવી રહીલ છે. ત્યારે જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલ નજીક ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન દ્વારા પોતાના પારિવારિક ઝઘડાનું વેર રાખી સમાધાન માટે વચ્ચે પડેલા ૠજઝ કમિશનરના ડ્રાઈવર સુભાષભાઈ ગઢવી પર આર્મીમેને પરવાનાવાળા વેપનમાંથી 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા મોત નીપજ્યું છે. હાલ પોલીસે ફાયરિંગ કરનાર સહિત 3 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતા આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અને તેની પત્નીના પારિવારિક ઝઘડામાં આર્મીમેન અજિલ તેના ભાઈ અર્શીલે તેની પત્ની સાનિયાના મામાને ઘેર રેલનગર વિસ્તારમાં પહોંચી તોડફોડ કરી હતી અને બાદમાં ત્યાંથી પરત ફરતા સમયે જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બબાલ કરી હતી. તે સમયે જીએસટી કમિશનરના ડ્રાઈવર વચ્ચે પડતા આર્મીમેને હવામાં ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ ફરીથી ફાયરિંગ કરતા ગોળી સુભાષભાઈ ગઢવીને લાગતા તેમનું મોત થયું હતું.
- Advertisement -
મોડી રાત્રે પત્રકાર પરિષદ
યોજી ઉઈઙએ માહિતી આપી
ડીસીપી ઝોન 2 સુધીર દેસાઇના જણાવ્યા મુજબ, જામનગર રોડ પર આર્મીમેન અજિલ ખોખરના ભાઈ અર્શીલ ખોખર અને પત્ની સાનિયા ખોખરને પારિવારિક ઝઘડો થયો હતો. બન્ને પક્ષે સામસામે ઝઘડામાં ત્યાંથી પસાર થતા વાહન ચાલક સુભાષ દાતીએ વચ્ચે પડી છોડાવવા પ્રયાસ કર્યો હતો. જેથી આર્મીમેને પોતાના પરવાનાવાળી વેપનમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરતા સુભાષ ગઢવીનું મોત નીપજ્યું હતું. સુભાષ ગઢવી ૠજઝ કમિશનરના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. જેનું મોત નિપજતા પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને ગાંધીગ્રામ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
તોડફોડની ઘટના બાદ
હત્યાનો બનાવ.. શહેરમાં
શું ખાખીનો ખૌફ ઓસરી ગયો ?
મંગળવારે રાત્રે ખેતલાઆપા હોટેલની બ્રાન્ચો પર તોડફોડ બાદ ફરી હત્યાનો બનાવ સામે આવતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના પોલીસ તંત્ર પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શાંત ગણાતા રાજકોટમાં વારંવાર હત્યા, મારામારી, દુષ્કર્મ જેવી ઘટનાઓ બની રહી છે. ગુંડા કે આવારાતત્વોમાંથી શું ખાખીનો ખૌફ ઓસરી ગયો છે…?