ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલ તાલુકાના કંટોલીયા અને બાંદરા ગામ વચ્ચે એક ખેડૂત ધર્મેશભાઈ જેસાણીના દ્વારા મલેશિયાન લીમડાનું વાવેતર કરેલ હતું. આ મલેશીયન લીમડાના ઝાડનું કટીંગ કરતી વેળાએ લોખંડનો ઉચ્ચ ઘોડો ખેતરમાંથી પસાર થતી ઈલેવન કેવી લાઈનને અડી જતાં 2 ખેતમજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે ઇલેક્ટ્રિક શોટ લાગવાના આ બનાવમાં મૃતક પિયુષ મકવાણા અને મયુર મકવાણા રહે સરપદડ તાલુકો પડધરી હોવાની વિગતો સામે આવી છે.તો બીજી તરફ આ બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસ, ઙૠટઈક સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકના મૃતદેહોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી.


