ઇઝરાયલે લેબનોનના બેરૂતમાં આતંકીઓના રહેઠાણનો નાશ કર્યો. ઇઝરાયલે હુમલો કરીને ઇમારત તોડી પાડી. ઇમરાત ધ્વસ્ત કરતા પહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સાથે જ એવી માહિતી પણ મળી હતી કે ઇમારતની નીચે ટનલ છે, જેનો આતંકીઓ ઉપયોગ કરી રહ્યા છે. આતંકીઓને આશરો ન મળે એ માટે ઇઝરાયલે આ કાર્યવાહી કરી. આ બિલ્ડિંગ તોડી પાડવાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે, કેવી રીતે આ 10-11 માલની બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ સેકન્ડોમાં જ ધ્વસ્ત થઈ ગઈ.
- Advertisement -
લેબનોન પર ઇઝરાયલની એર સ્ટ્રાઈક ચાલુ
ઇઝરાયલ સતત લેબનીઝ શહેરોને નિશાન બનાવી રહ્યું છે, જ્યાં ઇઝરાયલની સેના બોમ્બમારો કરી રહી છે. આ હુમલાઓમાં સામાન્ય લોકોના પણ મોત થઈ રહ્યા છે. ઇઝરાયેલી સેના સતત હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કરી રહી છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહને પણ માર્યો છે અને તેના સિવાય તેના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે. હવે ઈરાન સાથે પણ ઇઝરાયલનો તણાવ વધી રહ્યો છે, તો ઇઝરાયલ ઈરાની મિસાઈલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયેલ પર હમાસનો હુમલો
- Advertisement -
ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને 250 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગાઝામાં ઇઝરાયલના વળતા હુમલામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝાના મોટાભાગના વિસ્તારો યુદ્ધથી તબાહ થઈ ગયા છે અને તેની 2.3 મિલિયનની વસ્તીમાંથી લગભગ 90 ટકા લોકો વિસ્થાપિત થયા છે.