31 માર્ચ સુધી ટીડીએસ રીટર્નમાં સુધારો થઈ શકશે
બેંક અથવા અન્ય કોઈપણ સંસ્થાઓએ ખોટી રીતે ટીડીએસ કપાત કરી હોય તો કરદાતા પાસે તેમાં સુધારો કરીને નવુ સુધારેલુ ટીડીએસ રીટર્ન રજુ કરવા 31 માર્ચ 2025 સુધીની મુદત આપવામાં આવી છે. ફોર્મ 26 એએસ અથવા વાર્ષિક માહીતી રીપોર્ટમાં ટીડીએસ કપાતની વિગતો દર્શાવાઈ ન હોય તેવા કરદાતાઓને પણ સુધારાની તક છે. સરકાર દ્વારા ટીડીએસ રીટર્નમાં સુધારા માટેની મુદત 6 વર્ષની કરવામાં આવી છે. જેથી કરદાતાઓને પ્રતિ-ભુલ સુધારવા માટે પર્યાપ્ત સમય મળી શકે સુધારેલુ ટીડીએસ રીટર્ન ફાઈલ કરવામાં આવ્યું હોય તેના 6 વર્ષને ગણતરીમાં લેવાના રહે છે.અર્થાત 2018-19 ના વર્ષંના ટીડીએસ રીટર્નમાં સુધારો કરવા 31 માર્ચ 2025 ની આખરી મુદત રહેશે.
- Advertisement -
ટીડીએસ કપાત-રીટર્નમાં ભુલ હોવાના સંજોગોમાં તે સુધારવા બેંકો કે સંબંધિત સંસ્થાને જાણ કરવાની રહેશે. સાચા-વાસ્તવિક ટીડીએસ વિના સુધારો નહિં થઈ શકે. આ માટે પગાર સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ 26 એએસની નકલ, સુધારા માટે કપાત કર્તાને અરજીની નકલ જેવા દસ્તાવેજો પણ જોડવાના રહેશે.