મુંબઇ ભીવંડીમાંથી આરોપીને દબોચી લઈ 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કેવડાવાડીમાં આવેલ શ્રી હેરીટેઝ એપાર્ટમેન્ટમાંથી થયેલ 1.96 લાખની ચોરીના બનાવમાં ક્રાઇમ બ્રાંચની ટીમે મુંબઇથી તસ્કરને દબોચી લઈ 1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટના કેવડાવાડીમાં શ્રી હેરીટેઝ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા ગત તા. 11ના દેવપરામાં સ્કુલે તેમના પુત્રને તેડવા ગયેલ તે દરમ્યાન માત્ર 30 મીનીટમાં જ તેમના બંધ રહેલ ફલેટમાંથી 1.96 લાખની મતાની ચોરી કરી તસ્કરો નાસી છુટતા ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી આ અંગે ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને ચિરાગ જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ.વી.ચુડાસમા અને ટીમે ગુનાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
દરમિયાન એએસઆઇ વિજય સોઢા અને કોન્સ્ટેબલ પોપટભાઇ તેમજ અરવિંદભાઇને મળેલ ચોકકસ બાતમીના આધારે આરોપી મુંબઈના ભિવંડીના ઘુંઘટનગરમાં રહેતા સફી અબ્દુલ શેખ ઉ.48ને મુંબઇના ભીવંડી વિસ્તારમાંથી દબોચી લઇ ચોરીમાં ગયેલ 1.68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી મુંબઇથી રાજકોટ આવી એપાર્ટમેન્ટને જ ટાર્ગેટ કરતો હતો. તે સાથે ડીસમીસ સહિતના હથિયાર રાખી બંધ ફલેટના તાળા તોડી ગણતરીની કલાકોમાં ચોરી કરીને નાસી જતો હતો.