પિતાને દુશ્મનાવટ ચાલતી હોવાથી પોતે સ્વબચાવમાં હથિયાર રાખતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહે તે માટે સઘન પેટ્રોલિંગ કરવા તેમજ હથિયારોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સુચના અન્વયે ડીસીબીની ટીમે લક્ષ્મીવાડીના માથાભારે શખ્સને જામનગર રોડ ઉપરથી બે દેશી બનાવટની પિસ્ટલ, 26 જીવતા કાર્ટીસ અને 5 મેગેઝીન સહીત 26,200ના મુદામાલ સાથે દબોચી લઈ પૂછતાછ કરતા આ હથિયાર બેવડી હત્યામાં સંડોવાયેલ પિતા હસ્તક લીધા હોવાનું અને હજુ દુશ્મનાવટ ચાલતી હોવાથી સ્વબચાવ માટે રાખતો હોવાની કબુલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં હથિયારોના વધતા જતા ચલણ સામે પોલીસ પણ આકરી બની છે ત્યારે ડીસીબી પીઆઈ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એ એસ ગરચર અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઈ અનિલભાઈ સોનારાને મળેલી બાતમી આધારે જામનગર રોડ પર વોચ ગોઠવી લક્ષ્મીવાડીના જયદીપસિહ રાજેન્દ્રસિંહ ઝાલા ઉ.28ને સકંજામાં લઈ જડતી લેતા 20 હજારની બે દેસી બનાવટની પિસ્ટલ, પર00ના 26 જીવતા કાર્ટીસ અને 1000ના પમેગેજીન કબજે કરી કરી ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસમાં આરોપીના પિતા રાજેન્દ્રસિહ અગાઉ કોઠારિયા રોડ ઉપર થયેલ ડબલ મર્ડરમાં આરોપી હોય આ હથિયાર તેના હસ્તક લીધા હોવાનું અને હજુ પણ દુશ્મનાવટ ચાલતી હોવાથી સ્વબચાવમાં રાખ્યા હોવાની કબુલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.