દેશની ઘણી બધી ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ ટેક્સ ચોરી માટે અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાની કારણદર્શક નોટીસ આપવામાં આવી છે
ખાસ-ખબર સંવાદદાતા
સ્માર્ટ ફોન અને તેમાં પણ સોશિયલ મીડિયાએ યુવા જગતને ગેરમાર્ગે દોર્યા ના ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે ત્યારે કેન્દ્રીય આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એક મહત્વનું પગલું ભર્યું છે તેઓએ કહ્યું કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્રી પાસ ના દિવસો પૂરા થઈ ગયા છે અને સમગ્ર વિશ્વમાં કડક જવાબદારી લાગુ કરવામાં આવશે.
ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી ધરાવતી મેટા વિરુદ્ધ અમેરિકાના 40 થી વધુ રાજ્યો દ્વારા દાખલ કરાયેલા દાવા અંગે તેમણે આ વાત કહી. ચંદ્રશેખરે આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં કહ્યું કે અત્યાર સુધી દુનિયાએ આ પ્લેટફોર્મની સારી બાજુઓ જોઈ છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેમના નકારાત્મક પાસાઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. આઈટી મંત્રી એ વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેત્ફોર્મે વધુ જવાબદર બનવું પડશે ભારતમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર તેમને ભાર મુક્તા જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે સોશિયલ મીડિયાના બધા પ્લેટફોર્મ નિયમોનું પાલન કરશે.
આ કંપની ઓને આઈટી નિયમો મુજબ નોટીસ આપવામાં આવે છે જવાબ ન આપવા પર કાર્યવાહી કરવામાં આવશે તેઓએ ઉમેર્યું કે તેના માટે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવવામાં આવશે મહત્વનું છે કે દેશની ઘણી બધી ઓનલાઈન ગેમિંગ કંપનીઓએ ટેક્સ ચોરી માટે અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપીયાની કારણ દર્શક નોટીસ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે એક ઓક્ટોબરથી ઓનલાઈન ગેમિંગ, કેસીનો અને ઘોડાની રેસ પર 28 ટકા જીએસટી લગાવી હતી .આ સાથે ભારતમાં વિદેશી ગેમિંગ કંપનીઓ એ પણ રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક થઇ ગયું છે એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એક ઓક્ટોબર પછી ભારતમાં વિદેશી ગેમિંગ કંપનીઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યાના કોઈ ડેટા નથી.