ખાસ-ખબર સંવાદદાતા
તા. 7 ઑગસ્ટ 2023ના ઇજિપ્તના રાષ્ટ્રપતિ, અબ્દેલ ફત્તાહ અલ-સીસી એ આજે વિશ્વવ્યાપી દાઉદી બોહરા સમુદાયના હીઝ હોલીનેશ, પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ’ઓર્ડર ઓફ ધ નાઇલ’ કૈરો ખાતે ટાઇટલ અર્પણ કર્યો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી એ પ્રિય મહેમાન બોહરા સંપ્રદાયના સુલતાન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના પુત્ર પ્રિન્સ જાફર અલ-સાદિક ભાઈસાહેબ ઈમાદુદ્દીન, પ્રિન્સ તાહા ભાઈસાહેબ નજમુદ્દીન અને પ્રિન્સ હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન સાથે મેજર જનરલ અબ્બાસ કામેલની હાજરીમાં સ્વાગત કર્યું,
’ઓર્ડર ઓફ ધ નાઇલ’ આ પુરસ્કાર ઈજિપ્તમાં સાંસ્કૃતિક, સખાવતી અને સામાજિક કાર્યોમાં સૈયદનાના સતત પ્રયાસોની પ્રશંસામાં છે, મીટિંગ દરમિયાન, રાષ્ટ્રપતિ સીસીએ અહલ-અલ-બૈત અને કેટલીક ઐતિહાસિક ઇજિપ્તની મસ્જિદોના પુન:સ્થાપન અને નવીનીકરણમાં સૈયદના સૈફુદ્દીનના પ્રયાસોની પ્રશંસા કરી. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન એ ઇજિપ્ત માટે તેમની ઊંડી પ્રશંસા વ્યક્ત કરી અને રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે રાષ્ટ્રપતિના નેતૃત્વની પ્રશંસા કરી, ઇજિપ્ત અને બોહરા સંપ્રદાય વચ્ચેના ઐતિહાસિક સંબંધોની પ્રશંસા કરી અને સુલતાન અને સંપ્રદાયની પ્રશંસનીય ભૂમિકાની પ્રશંસા કરી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસવાળાએ જણાવ્યું છે.