શહેરની પ્રાથમિક શાળા નં. 10ના શિક્ષકો અને બાળાઓ પાળીયાઓને બાંધે છે દર વર્ષે રાખડી !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાનું હળવદ છોટા કાશી તરીકે પ્રખ્યાત છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -

ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી. આ વીરોનાંપાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનિમિત્તે હળવદના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓને લઇને ત્યાં આવે છે અને છેલ્લા 8 વર્ષથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેઓ વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી વાકેફ થાય અને વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા હતા તે દિકરીઓ સહિતનાઓને સમજાય તે માટે પાળીયાને રાખડી બાંધીનો રક્ષા બંધનનીઉજવણી કરે છે અને ખાસ કરીને તેમની સાથે પ્રાથમિક શાળા નં 10 ની બાળાઓ પણ પાળીયાઓને રાખડી બાંધે છે.
વર્તમાન સમયમાં બહેન દિકરીઓની સલામતીને લઇને ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે ત્યારે વર્ષો પહેલા બહેનો દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વહોરનાર 250 થી વધુ પાળિયાઓ હળવદનીઆસપાસમાં આવેલા છે અનેઅડીખમ ઊભા છે જેથી દીકરીઓ દ્વારાપાળિયાને રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે અને સમાજને ઐતિહાસીક ધરોહરનું જતન કરવામાં આવે અને વીરોની વિરગતિને વર્ષોના વર્ષ સુધી લોકો યાદ રાખે તેના માટેનો પ્રયાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કરી રહ્યા છે.



