સુશાંતની મેનેજર દિશા સાલિયાન આપઘાત મામલે પિતાની બોમ્બે હાઈકોર્ટમાં અરજી
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના આપઘાત કેસની ફરી તપાસ માટે તેના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનું ભૂત ફરી ધૂણ્યું છે. દિશાએ 2020ની સાલમાં સુશાંતના આપઘાત પહેલાં આપઘાત કરી લીધો હતો. ચાર વર્ષ બાદ હવે તેના પિતા સતિશ સાલિયાને બોમ્બે હાઈકોર્ટેમાં અરજી દાખલ કરીને કેટલાક ગંભીર આરોપ મૂક્યાં છે.
દિશાના પિતા સતીશ સલિયને પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી પર “ક્રૂરતાપૂર્વક બળાત્કાર અને હત્યા” કરવામાં આવી હતી અને વગદાર વ્યક્તિઓને બચાવવા માટે રાજકીય સ્તરે ઢાંક પિછોડો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે ફોરેન્સિક પુરાવા, પરિસ્થિતિગત પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના પુરાવાઓને ધ્યાનમાં લીધા વિના ઉતાવળમાં મૃત્યુને આત્મહત્યા અથવા આકસ્મિક મૃત્યુના કેસ તરીકે બંધ કરી દીધું. સતીશ સલિયનના વકીલ, નિલેશ ઓઝાએ પુષ્ટિ આપી કે તેઓએ ગુરુવારે હાઇકોર્ટ રજિસ્ટ્રી વિભાગમાં અરજી દાખલ કરી હતી અને તેના નંબરની રાહ જોઈ રહ્યા હતા. અરજીમાં સતિશ સાલિયાને શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે FIR દાખલ કરવાની માગ કરી છે. દિશા સલિયન 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડમાં એક રહેણાંક મકાનના 14મા માળેથી પડી ગયા બાદ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી. છ દિવસ પછી, 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત પણ તેમના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, શરૂઆતમાં આ કેસ આત્મહત્યા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપાઈ હતી.
આદિત્ય ઠાકરેએ સત્ય બોલવું જોઈએ: નીતિશ રાણે
આ કેસથી રાજકીય વિવાદ ઉભો થયો છે, જેમાં વિપક્ષી નેતાઓએ જવાબદારીની માંગણી કરી છે. ભાજપના મંત્રી નીતિશ રાણે આ મુદ્દા પર અવાજ ઉઠાવતા કહે છે કે, “આદિત્ય ઠાકરેએ સત્ય બોલવું જોઈએ. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જોઈએ અને તપાસનો સામનો કરવો જોઈએ. શિવસેના (ઞઇઝ) ના પ્રવક્તા અને મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરે આ આરોપોનો જવાબ આપતાં તેમને “ષડયંત્ર” નો ભાગ ગણાવ્યા. તેમણે કહ્યું કે “કોઈ તેની પાછળ છે, અને એક ષડયંત્ર છે. ચાર વર્ષથી વધુ સમય પછી આ મામલો કેવી રીતે ચર્ચામાં આવ્યો?” ઈઈંઉ એ પહેલાથી જ તપાસ હાથ ધરી છે, અને આ મામલાની તપાસ માટે જઈંઝ (વિશેષ તપાસ ટીમ)ની રચના કરવામાં આવી છે. અરજીમાં કરવામાં આવેલા એક મહત્વપૂર્ણ દાવાઓમાં મુખ્ય પુરાવા ગાયબ થવાનો છે.