સાસરિયાંએ વાળ પકડી ઢસડી તલવારથી કટકા કરી નાખવાની આપી ધમકી
કળિયુગી પુત્રએ પત્ની સાથે મળી પિતાને ગાળો ભાંડી ધમકી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં કળિયુગી પુત્રએ મોટા-પિતાને ધમકી આપ્યાની તેમજ પુત્રવધૂએ સાસુ-સસરા સહિત ત્રણ સામે ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. શહેરના મવડી પ્લોટમાં આવેલ પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં શિવનાથસિંગ જલદાનસિંગ ચૌહાણ ઉ.65એ પુત્ર શિલુ અને પુત્રવધૂ પૂજા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સંતાનમાં બે દીકરા બે દીકરી છે જેમાં મોટો દીકરો શીલું તેની પત્ની પૂજા સાથે નીચેના માળે રહે છે અને તેઓ ઉપરના માળે રહે છે તેમના દિકરા શીલુની પત્ની પૂજા અવાર નવાર સાસુ સાથે માથાકૂટ કરે છે અને ઝગડો કરે છે, અને ગઈ કાલે સવારના સમયે તેઓ કામ ઉપર ગયેલ હતાં ત્યારે પત્નીનો ફોન આવેલ અને વાત કરેલ કે, પૂજા ઉપરના માળે કપડાં સુકવવા માટે આવેલ જેથી તેમને કપડાં સુકાવવાની ના પાડતા તે માથાકૂટ કરવા લાગેલ હતી અને મે 100 નંબરમાં ફોન કરી પોલીસ બોલાવેલ અને હું પોલીસ સ્ટેશન આવેલ છું, તેમ વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશન આવેલ બાદ સામસામી અરજી કરેલ હતી. બાદમાં જામીન મેળવી પરત ઘરે ગયેલ ત્યારે તેઓના પત્ની સાથે પુત્રવધુ અવાર નવાર માથાકૂટ કરતી હોવાથી સાંજના છએક વાગ્યે તેમને ઘરમાંથી નીકળી જવાનું કહેલ હતું તો તે ગાળો આપવા લાગેલ અને હોસ્પિટલ જઈ દાખલ થયેલ અને ફરિયાદ લખાવેલ હતી.
- Advertisement -
બાદમાં શીલું ગઇરાતે દોઢ વાગ્યાની આસપાસ ઘરે આવેલ અને ઘરની ડેલીને તાળું મારેલ હતું જેથી તે ખોલવાનું કહેતા તેને ખોલવાની ના પાડેલ હતી. જેથી શીલુએ તને જીવતો નહીં મુકૂ જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે સામાપક્ષે મવડી પ્લોટમાં પ્રજાપતિ સોસાયટીમાં રહેતાં પુજાબેન શીલુસિંગ ચૌહાણ ઉ.35એ સાસુ, સસરા અને મામાજી સસરા સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેણી પતિ અને બાળકો સાથે રહે છે સાસુ ગુડનબેન અને સસરા શિવનાથસિંગ ઉપરના માળે અલગ રહે છે તેમના સાસુ અને સસરા બંને તેણી સાથે નાની નાની વાતમાં માથાકુટ કર્યા કરે છે. સાંજના છ વાગ્યાની આસપાસ તેણીને મજા ન હોવાથી ઘરે સુતી હતી. તેમના પતિ કામથી બહાર ગયેલ હતા ત્યારે સાસુ ગુડનબેન, સસરા શિવનાથસિંગ તથા મામાજી ગોવિંદસિંગ ત્રણે ઘરે આવેલ અને સસરા ગાળો આપી કહેવા લાગ્યા કે, મકાન મારું છે, તું બહાર નીકળ તેમ કહી પાઇપ લઈ મારવા દોડી ત્રણેય ભેગા થઈ ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતાં તેમજ સાસુએ વાળ પકડી ઢસડી હતી. દરમિયાન શેરીમાં માણસો ભેગા થઈ જતાં ત્રણેય જતાં જતાં કહેતા ગયેલ કે, મકાન ખાલી કરી નાખજે નહિતર તારા તલવારથી ટુકડા કરી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા બાદ સામસામી ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.