દેશભરના આંખના તબીબો જ્ઞાનનું આદાન પ્રદાન કરશે
આગામી તા.23 થી 25ના રોજ રાજકોટ ખાતે રાજકોટ ઓફથલ્મીક સોસાયટી દવારા ઈમ્પેકટ 2022 રાજયકક્ષાની કોન્ફરન્સ યોજાઈ રહી છે. ઈમ્પેકટ-22 કોન્ફરન્સમાં દેશભરના આંખના નિષ્ણાંત તબીબો તેમના જ્ઞાનનું આદાન પ્રદાન કરશે. આ કોન્ફરન્સમાં દેશના ખ્યાતનામ તબીબો આ ક્ષેત્રમાં આવેલ વૈશ્વીક અતિઆધુનિક સંશોધનનો અંગે તેમનું બહોળું જ્ઞાન ઉપસ્થિત તમામ તબીબો સમક્ષ રજુ કરશે. રાજકોટ ઓફઘેલ્મીક સોસાયટી તથા ઓલ ગુજરાત ઓફથેલ્મીક સોસાયટીના સયુંકત ઉપક્રમે રાજકોટમાં આંખના ડોકટરોની રાજયકક્ષાની આ કોન્ફરન્સ યોજાઈ રહી છે, કોન્ફરન્સ અંગે માહિતી આપતા ઈમ્પેક્ટ 2022 કોર કમિટીના ડો. દિલીપ અગ્રવાલ,ડો. કેતન બાવીસી, ડો. ધર્મેશ શાહ, ડો. યોગેશ ખાંડવી, ડો સુકેતુ ભપ્પલ ડો સંદીપ વિસાણી તથા ડો. મુકેશ પોરવાલા સહીતના તબીબોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાકાળના લાંબા વિરામબાદ રાજયકક્ષાની કોન્ફરન્સ રાજકોટમાં યોજાઈ રહી છે, જેની ઓફથેલ્મીક તબીબોમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. 30 ટેકનોલોજીથી વિડિઓ બેઝ લર્નિંગ થશે તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સર્જીકલ સ્કીલ ટ્રાન્સફર કોર્ષનું પણ આયોજન કરવામાં આવ્યું છે.