કોંગ્રેસના એકમાત્ર નગરસેવક ભાનુબેન સોરાણી તમામ વોર્ડની ટીપી સ્કીમની માહિતી માંગશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 17ના રોજ મળવાનું છે. સામાન્ય સભાની પ્રશ્ર્નોત્તરીમાં પહેલો પ્રશ્ર્ન ભાજપના મનીષ રાડીયાનો છે. કુલ 32 સવાલો જનરલ બોર્ડની પ્રશ્ર્નોત્તરીમાં મૂકવામાં આવ્યા છે. જેમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના 1 કોર્પોરેટરનો એમ કુલ 32 પ્રશ્ર્નો સાધારણ સભામાં મૂકવામાં આવશે.
- Advertisement -
તા. 17ના રોજ મળનાર જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ર્ન મનીષ રાડીયાનો છે જેમાં રામવન અર્બન ફોરેસ્ટ થયું ત્યારથી આજદિન સુધીની આવક, કેટલા મુલાકાતીઓ આવ્યા? રાજકોટ મનપામાં નવા ભળેલા વિસ્તારોમાં નવા ટ્રાફિક સિગ્નલ મૂકવા અંગે શું આયોજન છે? તથા બીજો પ્રશ્ર્ન નરેન્દ્ર ડવનો છે, જેમાં છેલ્લાં 6 માસ દરમિયાન નવી સ્ટ્રીટ લાઈટ નાખવા અંગેની તથા સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ અંગેની કુલ કેટલી ફરિયાદો? તથા ટીપર વાન અંગેના પ્રશ્ર્ન સહિત ભાજપના 14 કોર્પોરેટરના કુલ 29 પ્રશ્ર્નો રજૂ કરશે. જેમાં નીતિન રામાણી, અશ્ર્વિન પાંભર, બાબુભાઈ ઉધરેજા, જયોત્સના ટીલાળા, કીર્તિબા રાણા સહિત સાત કોર્પોરેટરો પોતાના પ્રશ્ર્નો રજૂ કરશે. જેમાં છેલ્લાં પ્રશ્ર્ન કોંગ્રેસના ભાનુબેન સોરાણીનો છે.
ભાનુબેન સોરાણી આગામી જનરલ બોર્ડમાં રાજકોટ મનપાના 1થી 18 વોર્ડમાં લાગુ પડતી ટી.પી. સ્કીમ અંગેની વિગતો માંગશે તથા બાંધકામ વોટર વર્કસ, ડ્રેનેજ, બ્રીજ, સોલીડ વેસ્ટ, મિકેનીકલ, સેન્ટ્રલ સ્ટોર અને આવાસ યોજના શાખા દ્વારા હાલ વિકાસ કામો ચાલી રહ્યા છે તેની વિગતો માંગશે અને છેલ્લાં 3 વર્ષ દરમિયાન રાજકોટ મનપા પદાધિકારીઓએ કરેલી જાહેરાતોની વિગતો માંગશે. આમ કુલ 32 પ્રશ્ર્નો અંગેની પ્રશ્ર્નોત્તરી જનરલ બોર્ડમાં થશે.
વધુમાં વાવડી સિપાહી જમાત વકફ ટ્રસ્ટ, વાવડીને કબ્રસ્તાન માટે સરકારી ખરાબા વાવડી રે.સ.નં. 149 પૈકીની જમીનમાં નીમ કરવા અંગે, શહેરના વોર્ડ નં. 15માં મારૂતિ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા મુરલીધર વે-બ્રીજની બાજુમાં આવેલા જૂનો વડાળીનો માર્ગ તરીકે ઓળખાતા રસ્તાનો ‘રામનાથ ઈન્ડસ્ટ્રીઝ મેઈન રોડ’ના નામકરણ કરવા અંગે તથા નગર પ્રા. શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવા અંગે નિર્ણયો કરાશે.
આમ તા. 17ના મળનારી જનરલ બોર્ડમાં કેટલા પ્રશ્ર્નો, કેટલો સમય ચાલશે તે જોવું રહ્યું.
- Advertisement -