જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, ‘આધાર કાર્ડ, પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય, જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે.’
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટના જણાવ્યાનુસાર, જન્મ-મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે. જો કે, અન્ય પુરાવાઓમાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજીસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું છે.