અસંભવને સંભવ કરતું આ ડિવાઈસ પોલીસ, સીબીઆઈ, આવકવેરા વિભાગ, ઈડી રક્ષા મંત્રાલયનું કામ સરળ કરી નાખશે
મોબાઈલ તોડીફોડી નાંખો કે ફુંકી નાંખો કે નદીમાં ફેંકી દો તેમ છતા તેનો પુરો ડેટા હાંસલ કરી શકાય છે. આઈઆઈટીનાં એક સ્ટાર્ટઅપે આ સંભવ કરી બતાવ્યુ છે.આથી પોલીસ, સીબીઆઈ, આવકવેરા વિભાગ કે ઈડી જેવી એજન્સીઓનું કામ સરળ થઈ જશે તેને સંભવ બનાવનારા ડિવાઈસનું પ્રોટોટાઈપ તૈયાર થઈ ગયુ છે.
- Advertisement -
રક્ષા અને ગૃહ મંત્રાલયની જરૂરીયાત મુજબ સુધારા-સંશોધન કરીને તેને સોંપી દેવાશે. ત્રણ વર્ષનાં સંશોધન બાદ આઈઆઈટીનાં ઈન્કયુબેટર રૂશિત સોની અને કૃષ માંડલીયાના સ્ટાર્ટઅપ ફોરેન્સીક સાઈબર ટેકે આ ટુલ વિકસીત કર્યું છે.
આથી મોબાઈલ ચિત્ર, ઈન્ટરનલ મેમરી કે કલાઉડ ડેટાને કલોન કરીને શોધી શકાશે.રૂશીતે કહ્યુ હતું કે આ ટુલ દરેક પ્રોસસર અને મોબાઈલ પર કામ કરે છે. આથી મોબાઈલમાં સુરક્ષીત કે મિટાવવામાં આવેલ ડેટા કલોન કરી શકાય છે તે મોબાઈલ કે લેપટોપ પર બનેલી કે પ્રયોગ થયેલી બધી મેલ આઈડી, ફેક આઈટી અને સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) પણ પૂરા વિવરણ સાથે મળી જશે.
સ્ટાર્ટઅપ સંસ્થાપક રૂશિત સોનીએ જણાવ્યું હતું કે, આવકવેરા દરોડામાં ડીઝીટલ પુરાવાનું સંકલન કરતી વખતે આવી મુશ્કેલીઓ આવતી હતી ત્યારે આવુ ટુલ વિકસીત કરવાનો આઈડીયા આવેલો.
- Advertisement -
આઈઆઈટી કાનપુરનાં પ્રો.મણીન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે રક્ષા મંત્રાલયે અમને નષ્ટ ડિવાઈસનો ડેટા પાછો મેળવવાની રીતે શોધવાની જવાબદારી અમને સોપી હતી. આ ડીવાઈસથી સળગેલા કે ચુરચુર થયેલા મોબાઈલ કે લેપટોપનો ડેટા રિકવર થઈ શકશે.