રાજકોટના મધ્યમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલા શહેરના હાર્દ સમા સર્વેશ્વર ચોક ખાતે સતત સાતમાં વર્ષે ગણપતિ મહોત્સનું સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ સવારે મંગળા આરતી, સાંજે મહા આરતી અને રાત્રે શયન આરતી કરવામાં આવે છે.
તાજેતરમાં સર્વેશ્વર ચોક ખાતે સ્લેબ ધરાશાયી થતા બનેલી દુર્ઘટનાને પગલે સોમવાર તથા મંગળવારના રોજ સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન શહેરની જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા હતા. બાપ્પાના દર્શન આજે એટલે કે બુધવારથી રાબેતા મુજબ શરૂ કરી દેવાયા છે. તેથી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ તમામ ભક્તોને દર્શનનો લાભ લેવા અને આરતી કરવા માટે પધારવા અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે ડો. યાજ્ઞિક રોડનો ગેઇટ બંધ કરાયો હોવાથી સરદારનગર મેઇન રોડના ગેઇટ પરથી પ્રવેશ ચાલુ કરવામાં આવ્યો છે. જેની સર્વે ભક્તજનોએ નોંધ લેવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવના આયોજનને સફળ અને સુચારુ કરવા માટે સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
સર્વેશ્ર્વર ચોક કા રાજાના દર્શન ખુલ્લા મૂકાયા: ભાવિકોેએ સરદારનગર મેઇન રોડ પરથી પ્રવેશ લેવો…
