રથયાત્રામાં કોઈ કૃષ્ણ તો કોઈ રાધા તો કોઇ શંકર બન્યા
રથાયત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. રાજકીય નેતાઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે રથયાત્રામાં કોમી એકતાના દર્શન પણ જોવા મળ્યા હતા. મુસ્લીમ બિરાદરો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે મુસ્લિમ બિરાદરે જણાવ્યું હતું કે, દરેક તહેવાર હિન્દુ-મુસ્લીમ લોકો સાથે મળીને ઉજવીએ છીએ.
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ એલર્ટ બની બંદોબસ્તમાં તૈનાત જોવા મળી રહી છે. રથયાત્રામાં 1400 પોલીસ જવાનો ખડેપગે છે તો 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાં આવી રહ્યો છે. રથયાત્રામાં અઉઉૠ કક્ષાના 2 અધિકારી, ઉઈઙ કક્ષાના 3 અધિકારી, અઈઙ કક્ષાના 5 અધિકારી, ઙઈં કક્ષાના 16 અધિકારી, ઙજઈં કક્ષાના 51 અધિકારી, મહિલા ઙજઈં કક્ષાના 10 અધિકારી, જછઙના 40 જવાનો, અજઈં, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડ સહિતના કુલ 1400 જેટલા પોલીસ કર્મીઓ તેમજ જવાનો જોડાયા છે.
- Advertisement -
જગન્નાથજી રથયાત્રાનો રૂટ
કૈલાસધામ આશ્રમ નાનામોવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજિક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે. નાના મોવાથી મોકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી, નીલ-દા-ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર (જે.કે. ચોક), આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાનામોવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે.ત્યારબાદ મહાઆરતી થશે.
અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા મેઘરાજા
આજે મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યુ હતું. ચાર દિવસના વિરામ મે઼ઘરાજાએ સટાસટ્ટી કરતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, લોકો હવે વરસાદી ઝાપટુ નહીં પરંતુ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખાસ કરી જે ખેડૂતોએ ભીમ અગિયારસના દિવસે વાવણી કરી છે તેવા ખેડૂતો માટે પણ ખેંચાતો વરસાદ ચિંતા ઉપજાવી રહ્યો છે. (તસવીર : કૌશિક ગોંડલીયા)