-ડેલ હાઉસીમાં ચાર ઈંચ, લાહૌલ-સ્પીતીમાં 13 ઈંચ સહીત રાજયભરમાં હિમવર્ષાથી 250 જેટલા માર્ગો બંધ
લાંબી પ્રતિક્ષા બાદ પ્રવાસન રાજય હિમાચલ પ્રદેશમાં જોરદાર હિમવર્ષા થવાને પગલે જનજીવન સ્તવ્યસ્ત બન્યુ છે. ભારે બરફ વર્ષા બાદ અનેક ભાગોમાં ગાઢ અંધકાર છવાઈ જતાં લોકો પણ આશ્ર્ચર્યચકિત બન્યા હતા.
- Advertisement -
રાજયભરમાં હિમવર્ષાને પગલે 241 માર્ગો ઠપ્પ થયા હતા અને અનેક ક્ષેત્રોનો સંપર્ક કપાઈ ગયો હતો. 677 ટ્રાન્સફોર્મરો ઠપ્પ થવાને પગલે અનેક ભાગો અંધકારમાં ડૂબી ગયા હતા. કુકરી, ફાગુ, નારકંડા, ચૌપાલ જેવા માર્ગો પર વાહન વ્યવહાર રોકી દેવાયો હતો. 6 નેશનલ હાઈવે સહીત 241 માર્ગો ઠપ્પ થયા હતા.સૌથી વધુ ખરાબ હાલત લાહોલ-સ્પીતીની હતી.
#WATCH | Himachal Pradesh: Manali covered in a blanket of thick snow, as the area receives heavy snowfall.
(Drone Visuals) pic.twitter.com/OXYuC5eXrl
- Advertisement -
— ANI (@ANI) February 2, 2024
ચંબા-કુલ્લુ-મંડી,કિન્નોરમાં પણ ખરાબ હવામાનથી હાલત વણસી હતી જેને પગલે રાજય સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા હતા. મનાલી તરફનો વાહન વ્યવહાર અટકાવીને લોકોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી હતી.
રાજયના આઠ જીલ્લામાં ભારે હિમવર્ષા થઈ છે. ચંબાના પાંત્રી તથા ભટીયાતમાં 10-10 ઈંચ, ડેલહાઉસીમાં ચાર ઈંચ, ભરમૌરમાં બે ઈંચ, કાંગડાના ભંગાલમાં 12 ઈંચ, બીડબીલીંગમાં પાંચ ઈંચ, સાંગલામાં 5 ઈંચ, મનાલીમાં 15 ઈંચ, લાહોલ-સ્પિતીમાં 13 ઈંચ, શિકારી દેવીમાં બે, કુફરીમાં બે ઈંચ હિમવર્ષા થઈ હતી.
હિમવર્ષા-વરસાદને પગલે રાજયમાં હવામાન પલ્ટા સાથે ઠંડીનો પ્રકોપ સર્જાયો છે. 6 શહેરોમાં તાપમાન માઈનસમાં સરકી ગયુ હતું કુલ્લુમાં સ્કુલો બંધ કરી દેવામાં આવી હતી.