સારવાર માટે આવેલા 5 દર્દીઓમાંથી એકનું મોત
કોરોના વાયરસના કારણે નબળી પડેલ ઈમ્યુન સિસ્ટમ પર હવે સાઈટોમેગાલો વાયરસનો હુમલો
ખાસ-ખબર સંવાદદાતા
ઘણાં દર્દીઓમાં કોરોના મટ્યા પછી પણ પોસ્ટ કોવિડ ઈફેક્ટ જોવા મળે છે જેના કારણે દર્દીને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાં બ્લેક ફંગસ સૌથી વધારે ખતરનાક માનવામાં આવે છે પરંતુ હવે સાઈટોમેગાલો વાયરસનું પણ સંક્રમણ જોવા મળી રહૃાું છે અને તેના કારણે દર્દીઓને ઝાડાની સાથે બ્લીડિંગ થઈ રહૃાું છે. આવા દર્દીઓના પાંચ કેસ ગંગારામ હોસ્પિટલમાં જોવા મળી રહૃાા છે, જેમાં એકનું મોત થઈ ગયું છે. એકની સર્જરી કરવામાં આવી અને ત્રણની એન્ટીવાયરલ થેરેપીની મદદથી સારવાર કરવામાં આવી. દેશમાં પહેલીવાર પોસ્ટ કોવિડ દર્દીઓમાં સંક્રમણ જોવા મળી રહૃાું છે. આ તકલીફના લીધે ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે તો ઘણાં આવા સંક્રમણ થવાનો ખતરો વધી જાય છે, જે સામાન્ય રીતે જોવા નથી મળતા. ગંગારામ હોસ્પિટલના ગેસ્ટ્રોઈન્ટ્રોલોજી વિભાગના ચેરમેન ડૉક્ટર અનિલ અરોરા કહે છે કે ઘણાં એવા વાયરસ છે કે જે શરીરમાં હોય છે કે વાતાવરણમાં રહે છે, પરંતુ તેની અસર નથી થતી કારણ કે શરીરમાં ઈમ્યુન ક્ષમતા રોકવામાં સફળ રહી છે.
આ બીમારી તેમન થાય છે જેમની ઈમ્યુનિટી નબળી હોય છે. હાલમાં કોરોનાના કારણે લોકોની ઈમ્યુનિટી નબળી પડી છે અને આવા દર્દીઓ જે પોસ્ટ કોવિડની સ્થિતિમાંથી પસાર થઈ રહૃાા છે, તેમને આ બીમારીનો ખતરો વધુ છે.