મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા વિગેરેનો આભાર વ્યક્ત કરતા દંડક સુરેન્દ્રસિંહ વાળા
દંડક સુરેન્દ્રસિંહ વાળા એક યાદીમાં જણાવે છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યવર્ગના લોકોને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે “મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ” યોજના દાખલ કરેલ. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા “મુખ્યમંત્રી માં અમૃતમ કાર્ડ” પણ શરૂ કરેલ. રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજનાના લાભમાં વધુ ને વધુ લોકોનો સમાવેશ થાય તે માટે પોતાના જ વોર્ડના વિસ્તારમાં સેવા સેતુ કેમ્પો યોજી જુદી જુદી સરકારી યોજનાઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવેલ. વાત્સલ્ય કાર્ડ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિઃશુલ્ક આરોગ્યની સેવા મળતા આશીર્વાદરૂપ પૂરવાર થયેલ છે.
- Advertisement -
વાત્સલ્ય કાર્ડમાં ગંભીર રોગની સારવાર માટે નિ:શુલ્ક સારવાર આપવામાં આવતી. દેશના માન.પ્રધાનમંત્રી એ “પ્રધાનમંત્રી આયુષ્માન ભારત” હેઠળ ઘણા રોગોનો સમાવેશ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ આજે તા.૨૬-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાને એક પત્ર પાઠવી શહેરના નાગરિકોની સુગમતા માટે મનપાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની સુવિધા ઉપલબ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વાત્સલ્ય કાર્ડ” અને “આયુષ્માન ભારત કાર્ડ” બે જ આરોગ્ય કેન્દ્રમાં કાઢી આપવામાં આવતા. જેના અનુસંધાને લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડતી. જેના અનુસંધાને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવાને મૌખિક રજુઆત કરેલ. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને તમામ આરોગ્ય કેન્દ્રો પર “આયુષ્માન ભારત કાર્ડ” કાઢવાની શરૂઆત કરવા પત્ર પાઠવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં “આયુષ્માન ભારત કાર્ડ” કાઢવાનું શરૂ કરવામાં આવેલ છે. જે બદલ મેયર તથા પદાધિકારી ઓ અને મ્યુનિસિપલ કમિશનર નો દંડક સુરેન્દ્રસિંહએ વ્યક્ત આભાર વ્યક્ત કરેલ. આ નિર્ણયથી શહેરના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને તાત્કાલિક “આયુષ્માન ભારત કાર્ડ” કઢાવી શકશે.
- Advertisement -
આયુષ્માન કાર્ડ કાઢવા માટે રૈયા રોડ પાસે નંદનવન આરોગ્ય કેન્દ્ર અને લક્ષ્મીનગર આરોગ્ય કેન્દ્ર પર બે જે જગ્યાએ આ સુવિધા ચાલુ હતી. જેથી રાજકોટની પ્રજાને જે છેવાડાના વિસ્તારમાં રહે છે. તેને ઘણું દુર પડી જતું હતું અને છેલ્લા મુંજકા કોઠારીયા માધાપર વિગેરે એરિયા રાજકોટમાં ભળતા વ્યાપ વધી જવાથી રાજકોટનાવાસીઓ હેરાન ન થાય તે જગ્યાએ રહેતા હોય ત્યાં આરોગ્ય કેન્દ્રમાં આ કાર્ડ કાઢી આપવા રજુઆત થયેલ.
જેમાં “માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ” ૧,૬૮,૭૫૧ તથા રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના મળી “આયુષ્માન ભારત કાર્ડ” ૩,૭૨,૩૪૦ લોકો ધરાવે છે. “આયુષ્માન ભારત કાર્ડ” હેઠળ જુદી જુદી ૩૦ જેટલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આયુષ્માન ભારત કાર્ડમાં ગંભીર રોગ સહિત ઉપરાંત ઘણા રોગનો સમાવેશ કરવામાં આવે છે.


