ઠેર-ઠેર જલ્સા પાર્ટી, આતશબાજી તેમજ નવી આશા અને ઉમંગ સાથે વર્ષ 2026ની શરૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
નવા વર્ષને આવકારવા માટે 31 ડિસેમ્બર રાતથી યુવાધન હિલોળે ચડ્યુ હતુ. સ્ટેજ પર ડાન્સ પાર્ટી, લાઇવ ડીજે અને મ્યુઝિક સાથે ઝૂમી ઉઠ્યા હતા. રાજકોટમાં વર્ષ 2025ને બાય..બાય.. અને 2026ને વેલકમ કરવા માટે શહેરીજનોએ ઠેર-ઠેર જલ્સા પાર્ટી કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. શહેરના 150 ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ સહિતના આસપાસના વિસ્તારોમાં હોટલ, પાર્ટી પ્લોટમાં ન્યુયરની ઉજવણીના આયોજન કરવામાં આવ્યા હતા. બરાબર 12 વાગ્યાના ટકોરે આકાશમાં ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. જો કે, વરસાદના કારણે અનેક જગ્યાએ પાર્ટીના આયોજનો વિખાયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્તના કારણે લોકોએ રોડ ઉપરની ઉજવણી ટાળી હતી.



