40% GST ઉપરાંત સરકારે ₹8,500 સુધી વધારી એક્સાઇઝ ડ્યૂટી, પાન મસાલા-ગુટકા પર નવો સેસ લાગશે
તમાકું બનાવતી કંપનીઓના શેર ઘટ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે, જેનાથી દેશના 25 કરોડથી વધુ સ્મોકર્સ માટે સિગારેટ પીવી મોંઘી થઈ જશે. નાણાં મંત્રાલયે બુધવાર, 31 ડિસેમ્બરના રોજ મોડીરાત્રે તમાકુ, જર્દા અને ગુટકા પેકેજિંગ મશીનો સાથે સંકળાયેલા નવા નિયમો (કેપેસિટી ડિટરમિનેશન એન્ડ કલેક્શન ઓફ ડ્યૂટી, નિયમ 2026)ને નોટિફાય કર્યા છે.
નવા નિયમો અનુસાર, સિગારેટની લંબાઈના આધારે પ્રતિ 1,000 સ્ટિક્સ પર 2,050 રૂપિયાથી લઈને 8,500 રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવશે. આ ડ્યૂટી હાલના ટેક્સ સ્ટ્રક્ચર ઉપરાંત વધારાની હશે. સરકારનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદનો પર ટેક્સ વ્યવસ્થાને વધુ કડક બનાવવાનો છે. આ સમાચાર આવતાં જ સિગારેટ બનાવતી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ‘ગોલ્ડ ફ્લેક’ અને ‘ક્લાસિક’ જેવા બ્રાન્ડ બનાવતી માર્કેટ લીડર કંપની ઈંઝઈનો શેર 8.62% ઘટીને 402 રૂપિયાથી 368 રૂપિયાના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે માર્લબો સિગારેટ વેચતી કંપની ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શેરોમાં પણ 12%નો ઘટાડો જોવા મળ્યો છે. ઋખઈૠ ઇન્ડેક્સમાં પણ એની અસર દેખાઈ રહી છે અને એ 3%થી વધુ ઘટીને કારોબાર કરી રહ્યો છે. ભારતમાં તમાકુ ઉત્પાદનો (પાન મસાલા અને સિગારેટ) પર પહેલેથી જ 40% ૠજઝ લાગે છે. હવે 1 ફેબ્રુઆરીથી સરકારે ‘કમ્પેન્સેશન સેસ’ને સમાપ્ત કરીને તેની જગ્યાએ ‘હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ’ અને ‘એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી’ લગાવવાની જોગવાઈ કરી છે. સંસદે ડિસેમ્બર 2025માં જ આ સંબંધિત બે બિલને મંજૂરી આપી દીધી હતી.
બીડી પર 18% ટેક્સ જ રહેશે
- Advertisement -
નવા નોટિફિકેશન અનુસાર, જ્યાં સિગારેટ અને પાન મસાલા પર 40% ૠજઝ લાગશે, ત્યાં બીડી પર ટેક્સનો દર 18% જ રાખવામાં આવ્યો છે. પાન મસાલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર નવો હેલ્થ અને નેશનલ સિક્યોરિટી સેસ લાગશે. આ શુલ્ક મશીનની ક્ષમતાના આધારે વસૂલવામાં આવશે, જેથી ટેક્સ ચોરીને રોકી શકાય.
કોમ્પેન્સેશન સેસની જગ્યા લેશે નવી સિસ્ટમ
અત્યારસુધી ૠજઝ લાગુ થયા પછી રાજ્યોને થતાં નુકસાનની ભરપાઈ કરવા માટે કોમ્પેન્સેશન સેસ લગાવવામાં આવતો હતો. હવે સરકાર ૠજઝ વ્યવસ્થાને રેશનલાઇઝ કરી રહી છે, જેના હેઠળ આ સેસને સમાપ્ત કરીને એડિશનલ એક્સાઇઝ ડ્યૂટી અને હેલ્થ સેસ લાવવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2026 થી જૂના તમામ કોમ્પેન્સેશન સેસ સમાપ્ત થઈ જશે.
ભારતમાં 25.3 કરોડ સ્મોકર્સ
દુનિયામાં સૌથી વધુ તમાકુનું સેવન કરતા દેશોની યાદીમાં ચીન પછી ભારત બીજા નંબર પર છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ) અનુસાર, ભારતમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના 25.3 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે. તેમાંથી લગભગ 20 કરોડ પુરુષો છે અને 5.3 કરોડ મહિલા છે. દર વર્ષે સમગ્ર વિશ્ર્વમાં સિગારેટ પીવાના કારણે 80 લાખથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. જ્યારે ભારતમાં દર વર્ષે ધૂમ્રપાનના કારણે 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે.



