AAP કાર્યકરો દ્વારા ખેડૂતોની મુલાકાત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત અઠવાડિયે થયેલ ભારે વરસાદને લીધે ખેડૂતોને મોટું નુકશાન થયું હોવાનો અંદાજ છે તેવામાં હાલમાં જ કેબિનેટ મંત્રી દ્વારા સર્વેના આદેશ બાદ સર્વે કામગીરી પણ હાથ ધરાઇ હતી પરંતુ ખેડૂતો દ્વારા સર્વે કામગીરીમાં પણ ઓછું નુકશાન થયું હોવાનું દર્શાવતા અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે ખેડૂતોને થયેલ પાક નુકશાની અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો દ્વારા ખેડૂતોની મુલાકાત લીધી હતી જેમાં ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા, રાવડિયાવદર, મોટા અંકેવાડીયા, રખાઈ સહિતના ગામોના ખેડૂતોના ખેતરોમાં જઈ ઢીચણ સમાંણા પાણીમાં જેને ખેડૂતોને પક નુકશાની અંગે વળતર અપાવવા સરકાર સામે લડવાની ખાતરી આપી હતી.