તારાજીને લીધે ઘેડમાં ખેતી પાકને નુકસાન, જમીનોનું ધોવાણ
ત્રણ તાલુકાના ઘેડ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનું ધોવાણ
- Advertisement -
કોયલાણા, મટીયાણા અને આંબલીયા ગામની હજારો વીઘા જમીનનું ધોવાણ
કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ ઘેડની મુલાકાતે
કૉંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ ઘેડની મુલાકાતે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લામાં 5 થી 16 ઇંચ ભારે વરસાદના કારણે જિલ્લો જળબંબાકારની સ્થતિ જોવા મળી હતી અને ઓઝત નદી બે કાંઠે વહેતા નદીના પાણી ઘેડ વિસ્તરમાં ઘુસી જવાથી વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે. પુરાના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.જેમાં ઘેડ વિસ્તાર ત્રણ તાલુકાને જોડતા ગામો આવેલા છે જેમાં માણાવદર, કેશોદ અને માંગરોળનો સમાવેશ થાય છે.ઓઝત નદીના પાણી ઘેડ વિસ્તારના ગામોમાં પાણી ઘુસી જતા ખેતી પાકને ભારે નુકશાની જોવા મળી છે તેની સાથે જમીનનું ધોવાણ પણ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે.અને ગ્રામ્ય પંથકના રસ્તાઓ પણ ધોવાઈ જતા ઘેડ પંથકમાં ભારે તારાજીના દર્શ્યો જોવા મળી રહ્યા છે. માણાવદર તાલુકામાં 24 કલાકમાં 16 થી 20 ઇંચ વરસાદ પડતા અને જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા, આંબલીયા અને મટીયાણા ગામની હજારો વીઘા ખેડૂતોની જમીનોનું મોટાપાયે ધોવાણ થયું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ કિશાન સેલના પ્રમુખ પાલભાઈ આબલીયાએ આજે ઘેડ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી જેમાં કોયલાણા, મટીયાણા, આંબલીયા સહિતના ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તારની ખેડૂત નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, કોંગ્રેસ અગ્રણી કાનભાઈ જલુ સહિતના આગેવાનોએ મુલાકાત લેવામાં આવી છે.
દર વર્ષે આ જ સ્થિતિ: ખેડૂત
આ અંગે કોયલાણા ગામના ખેડૂત સંદીપ મારડિયા જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ઉપરવાસમાં વરસાદ હોવાથી ઓઝત નદીમાં ભારે પૂર આવે છે અને તેનો ભોગ આ ઘેડ પંથકના ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે ત્યારે વર્ષોથી એક જ માંગ છે આ નદી ઊંડી અને પહોળી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પોરબંદર લોકસભાના સાંસદને ચેલેન્જ કરી
આ તકે પાલભાઈ આંબલીયા આ ઘેડ પંથકની મુલાકાત લઈને જણાવ્યું હતું કે ઘેડ પંથકની ડ્રોન કેમેરાથી પરિસ્થિતિ જોઈને આ વિસ્તારનું નિરાકરણ કરો કેમ પોરબંદર લોકસભા મતવિસ્તારના ડો.મનસુખભાઈ માંડવીયાને ચેલેન્જ કરવામાં આવી છે.
પાંચ વર્ષ પહેલા મંજૂર કરાયેલું કામ હજુ સુધી કેમ ન થયું
આ તકે પાલભાઈ આંબલીયા વધુમાં જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા કોયલાણાના 15 અને મટીયાણાના 21 ખેડૂતોને પ્રોટેક્શન હોલ મંજુર કરવામાં આવી છે તે કામ હજુ સુધી કેમ કરવામાં આવેલ નથી આ ઉપરાંત જ્યારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે ખેડૂતોના આવા પ્રશ્ર્નો માટે દોડી આવતા અને વિધાનસભામાં પણ ઉઠાવતા હતા ત્યારે હવે કેમ નથી ઉઠાવતા તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તંત્રના એકપણ અધિકારી આ વિસ્તારની મુલાકાત લીધેલ નથી આ બાબતે કલેકટર રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.