રાજકોટ – રાજકોટ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે જામકંડોરણા તાલુકામાં નુકશાન થયું હતું. જેમાં તાલુકામાં ૧ માનવ મૃત્યુ અને ૨૦ પશુ મૃત્યુ થયું હતું. નુકશાન થયેલ વિજળીના થાંભલા ૨૪૦ હતા. ત્રણ ગામોનો વીજ પૂરવઠો બંધ થયો હતો, જે પૈકીનો એક ગામનો વીજ પૂરવઠો ચાલુ થઇ ચૂકયો હતો. બંધ થયેલા રસ્તા ૩ હતા, જે પૈકીનો એક રસ્તો ચાલુ થઇ ચૂકયો હતો. નુકશાન પામેલા ઝૂંપડા ૨, પાકા મકાનો ૫ અને સરકારી મકાનો ૨ હતા. ધરાશાયી થયેલા વૃક્ષો ૧૨ હતા. આશરે ૪૦૮૧૦ હેકટર ખેતી પાકોને અને ૪૦ હેકટર બાગાયતી પાકોને નુકશાન થયું છે. તેમ મામલતદારશ્રી, જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે.



