ગુલમર્ગમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું
જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ઓડિશા અને ઉત્તર ભારતના અનેક રાયોમાં બુધવારે ઠંડીમાં ભારે વધારો થયો હતો. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાંની ગુલમર્ગ રિસોર્ટમાં લઘુતમ તાપમાન માઇનસ 8.6 અશં સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરમાં લઘુતમ ઉષ્ણતામાન માઇનસ 3.9 અશં સેલ્સિયસ હતું. અમરનાથયાત્રાના તળેટીના કેમ્પ પહલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 6.4 અશં સેલ્સિયસ રહ્યું હતું.ઉત્તર કાશ્મીરના કુપવાડામાં લઘુતમ ઉષ્ણતામાન 3.8 અશં સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીરનું દલ સરોવર થીજી ગયું છે અને ભયંકર ઠંડી પડી છે જેને કારણે લોકોને ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી છે.
ગુલમર્ગમાં માઈનસ 8 ડિગ્રી, સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતમાં કાતિલ ઠંડી
કાશ્મીરના ખીણ વિસ્તારના પ્રવેશદ્રાર ગણાતા કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઇનસ 4.2 અશં સેલ્સિયસ અને કોકેરનાગમાં માઇનસ 3.8 અશં સેલ્સિયસ રહ્યું હતું.
- Advertisement -
હવામાન ખાતાએ અઠવાડિયાના અંતમાં ઠંડી બહુ જ વધવાની આગાહી કરી હતી.રાજસ્થાનમાં પિલાની (ઝુંઝુનૂ) અને સંગરિયા (હનુમાનગઢ) ખાતે લઘુતમ તાપમાન 4.1 અશં સેલ્સિયસ રહ્યું હતું.રાજસ્થાનના નાગૌરમાં 5.8, જૈસેલમેરમાં 6.3, બિકાનેરમાં 6.5, ચુમાં 6.7 અને ગંગાનગરમાં 6.9 અશં સેલ્સિયસ લઘુતમ ઉષ્ણતામાન નોંધાયું હતું.જયપુરમાં લઘુતમ તાપમાન 10.8 અશં સેલ્સિયસ હતું.
હવામાન ખાતાએ આગામી 24 કલાક દરમિયાન ઠંડીની લહેર ચાલુ રહેવાની આગાહી કરી હતી.ઓડિશાના દરિંગબદીમાં લઘુતમ તાપમાન 7.5 અશં સેલ્સિયસ રહ્યું હતું. ભુવનેશ્ર્વર અને કટકમાં પણ ઠંડી વધી છે.
- Advertisement -
આ પણ વાંચો : કાશ્મીર ખીણમાં પોલીસ નકલી એકાઉન્ટર કરે છે, સ્થાનિકોનો દાવો
https://khaskhabarrajkot.com/2021/12/15/police-in-kashmi…nts-locals-claim/