રાજકોટના નાના મવા મેઈન રોડ પર આવેલી રેસ્ટોરાં દાબેલીવાલા જેવી દાબેલી તમને આખા રાજકોટમાં કે ગુજરાતમાં ક્યાંય નહીં મળે….
મીરા ભટ્ટ રાજકોટ, તા.18
રંગીલા રાજકોટીયન્સો હરવા-ફરવા સાથે ખાવા-પીવાના પણ ખૂબ જ શોખીન છે, ત્યારે તમને ખબર જ હશે કે છેલ્લા બે દાયકાથી સાંજે નાસ્તો કરવાનું ચલણ પણ ખૂબ જ વધી ગયું છે. રાજકોટમાં અગણિત ફૂડની લારીઓ હશે અને મનફાવે તેવા ભાવ પણ લેતાં હશે પરંતુ આજે આપણે વાત કરીશું ગુણવત્તામાં શ્રેષ્ઠ એવી દાબેલીવાળાની. દાબેલી નાના બાળકોથી માંડીને સૌ કોઈની ફેવરિટ રહી છે. આમ તો કચ્છની દાબેલી ખૂબ જ ફેમસ છે પરંતુ અહીં તો રાજકોટમાં કચ્છની દાબેલીને પણ ટક્કર મારે તેવી દાબેલી દાબેલીવાળાને ત્યાં મળે છે.
- Advertisement -
તો હવે રાજકોટીયન્સોને કચ્છ જેવી દાબેલીનો ટેસ્ટ રાજકોટમાં જ મળી રહેશે. દાબેલી એક એવું ફૂડ છે, જે દરેક લોકોને પ્રિય છે એટલું જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલીક રેસ્ટોરન્ટસ દાબેલીને એપેટાઈઝર અથવા મુખ્ય કોર્સ તરીકે પણ સર્વ કરે છે.
તો હવે તમે કંઈક નવી અને સ્વાદિષ્ટ દાબેલીનો ટેસ્ટ માણવા માંગતા હોય તો દાબેલીવાળાને ત્યાં જવું ચૂકશો જ નહીં. દાબેલી લવર્સ માટે દાબેલીવાળાની દાબેલી બેસ્ટ છે. અહીં રીક્ષાવાળાથી માંડીને મોટી-મોટી ગાડીઓ પણ દાબેલી ખાવા માટે આવે છે. દરેક વર્ગના લોકોને પોસાય તેવો ભાવ અને ગુણવત્તાના મામલે કોઈ જ કચાશ નહીં. દાબેલીનો મસાલો, પાઉં, ચટણી જેવી તમામ ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ઘરે જ બનાવવામાં આવે છે. ગુણવત્તા સાથે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી. દાબેલીવાળાના ઓનરનું કહેવું છે કે અમારે ત્યાં જે પણ લોકો દાબેલી ખાવા આવે તે પૂરતો સંતોષ લઈને જવો જોઈએ. ગુણવત્તાથી લઈને સૌ કોઈ વર્ગના લોકોને પોસાય તેવા ભાવ અને ગુણવત્તામાં પણ બેસ્ટ દાબેલીવાળાને ત્યાં રાખવામાં આવ્યા છે. રાજકોટની પ્રખ્યાત દાબેલીવાલાને ત્યાં રૂા. 40થી માંડીને 140 સુધીની દાબેલીનો ટેસ્ટ તમે માણી શકશો અને સાથે જ ઘરે બેઠા પણ તમે ઝોમેટોમાંથી પણ દાબેલી ઓર્ડર કરી શકો છો.
- Advertisement -
એક દાબેલીનું વજન છે 180 ગ્રામ
તો ખાવાના શોખીનો તમે પણ ચૂકતા નહીં દાબેલીવાળાને ત્યાં જવાનું અને મહત્ત્વની બાબત તો એ છે કે આ એક દાબેલી ખાધા પછી તમારે બાજું કંઈ ખાવાની પણ જરૂર નહીં પડે, કારણ કે આ એક દાબેલીનું વજન છે 180 ગ્રામ. અહીં રૂા. 40થી માંડીને 140 રૂા.ની દાબેલી મળે છે અને જુદા જુદા સ્વાદિષ્ટ ટેસ્ટમાં. જેમાં રેગ્યુલર દાબેલી, કચ્છી ક્લાસિક દાબેલી, જીમજામ દાબેલી, જુગલબંધી દાબેલી, મામા માયો દાબેલી, પહેચાન કૌન દાબેલી, આખરી પાસ્તા દાબેલી, રતલામી રોમિયો દાબેલી, થાઉઝન્ડ આઈલેન્ડ દાબેલી, પેરીપેરી દાબેલી, શાન-એ-સેઝવાન દાબેલી, ચિઝ બ્લાસ્ટ દાબેલી, દાબેલીવાલે સ્પેશ્યલ દાબેલી, ઝટકા દાબેલી, એનબન બનજારા દાબેલી, તો છે ટેસ્ટફૂલ જુદી જુદી સ્વાદિષ્ટ દાબેલી કે નામ સાંભળીને પણ મન થઈ જાય દાબેલી ખાવાનું.