માર્શલ લૉ લાગુ થવાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો, વિપક્ષ ફરી મહાભિયોગ પ્રસ્તાવની તૈયારીમાં
ખાસ-ખબર ન્યૂઝ સિઓલ
સોમવારે દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ યુન સુક-યોલ પર મુસાફરી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાના ભ્રષ્ટાચાર તપાસના વડાએ કહ્યું કે, લશ્ર્કરી કાયદો લાગુ થવાને કારણે રાષ્ટ્રપતિ પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાની પોલીસ ગયા સપ્તાહથી માર્શલ લો લાગુ થવાને કારણે તેમની સામે બળવાના આરોપોની તપાસ કરવા માટે મુસાફરી પ્રતિબંધ પર વિચારણા કરી રહી હતી.
ગયા મંગળવારે યુન સુક-યોલે વિપક્ષી પાર્ટી પર ઉત્તર કોરિયા સાથે સાંઠગાંઠ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા બાદ દેશમાં માર્શલ લો લાગુ કર્યો હતો. આ પછી દેશમાં ગંભીર રાજકીય અશાંતિનો સામનો કરવો પડ્યો. વિપક્ષ તેમની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા, જે પસાર થઈ શક્યા ન હતા. સત્તાધારી પક્ષના મોટાભાગના સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જેના કારણે વિપક્ષ તેને પસાર કરવા માટે જરૂરી 200 મત એકઠા કરી શક્યા ન હતા. જોકે, બુધવારથી દક્ષિણ કોરિયામાં સંસદનું નવું સત્ર શરૂૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિપક્ષ ફરી એકવાર મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહ્યો છે.
- Advertisement -
જો વિપક્ષ બુધવારે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં સફળ થાય છે, તો યુન વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. જ્યાં 9માંથી 6 જજોના વોટ દ્વારા દરખાસ્ત સાબિત થશે. હાલમાં, દક્ષિણ કોરિયાની કોર્ટમાં ફક્ત 6 જજ છે, તેથી તે સ્પષ્ટ નથી કે આ કેસ 7 જજો વિના આગળ વધશે કે નહીં.
દક્ષિણ કોરિયાની સંસદમાં કુલ 300 બેઠકો છે. આ વર્ષની શરૂૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં જનતાએ વિરોધ પક્ષ ડીપીકેને જંગી જનાદેશ આપ્યો હતો. સત્તાધારી પીપલ પાવરને માત્ર 108 સીટો મળી છે, જ્યારે વિપક્ષી પાર્ટી ડીપીકેને 170 સીટો મળી છે. બહુમતીમાં હોવાને કારણે, વિપક્ષી ડીપીકે રાષ્ટ્રપતિ સરકારના કામકાજમાં વધુ દખલ કરી રહ્યા હતા અને તેઓ તેમના એજન્ડા મુજબ કામ કરી શકતા ન હતા. રાષ્ટ્રપતિ યોલે 2022માં પાતળી માર્જિનથી ચૂંટણી જીતી હતી. આ પછી તેની લોકપ્રિયતામાં ઘટાડો થવા લાગ્યો. પત્ની અનેક વિવાદોમાં ફસાયેલી હોવાના કારણે તેમની છબી પર પણ અસર પડી હતી. હાલમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતા લગભગ 17% છે, જે દેશના તમામ રાષ્ટ્રપતિઓમાં સૌથી ઓછી છે. આ બધાનો સામનો કરવા માટે રાષ્ટ્રપતિએ લશ્ર્કરી કાયદો લાદ્યો.