મનપા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ સહિતના દેશોના પતંગવીરો જોડાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આગવુ સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા.10 બુધવારના રોજ સવારે 09:30 કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ)ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાનાર છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગવીરો જોડાનાર છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના કમિશનર અને મેનેજીંગ ડીરેક્ટર ડો. સૌરવ પારધી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો. માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી વગેરે ઉપસ્થિત રહેશે.