ક્રિકેટ રમવા જેવી નજીવી બાબતે માથાકૂટ: મિત્રોએ જ મિત્રને સ્ટમ્પથી ફટકાર્યો
પિતા અને ભાઇ સમજાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી: વાલ્મીકિ સમાજમાં રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ક્રિકેટ જેવી નજીવી બાબતે ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે માથાકૂટ થયાની ઘટના સામે આવી છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા મોડા પહોંચવા બાબતે ઍન્જિનીયરીંગના છાત્રને તેના જ મિત્રોઍ સ્ટેમ્પથી ફટકારી હાથ ખભા પર ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ તેના પિતા અને ભાઇ સમજાવવા આવતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. જેમાં પિતાને બેટ સ્ટમ્પથી ફટકારાતાં પગ ભાંગી ગયો હતો. તેમજ ઍક શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત પણ કર્યા હતાં. જેને લઈને આજે સમસ્ત વાલ્મીકિ સમાજે પોલીસ કમિશનર કચેરીએ ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ સંજય રાજ્યગુરૂ કોલેજમાં મિકેનીકલ ઍન્જિનીયરીંગનો અભ્યાસ કરતો અભય અજયભાઇ વાઘેલા (ઉ.વ.19 ડી.ઍચ. કોલેજના મેદાનમાં ક્રિકેટ રમવા ગયો ત્યારે તેના જ મિત્રો રૂપેશ પુરબીયા, રૂપેશના ભાઇ તરૂણ અને તેના મિત્ર સમીર જુણેજાઍ મળી સ્ટમ્પથી માર મારતાં ડાબો ખભે ઇજા થઇ હતી. ઝઘડાની જાણ થતાં અભયનો ભાઇ રાહુલ અજયભાઇ વાઘેલા (ઉ.વ.22) ત્યાં પહોંચ્યો હતો ત્યારે તેની સાથે પણ માથાકુટ ચાલુ થઇ હતી. ઍ પછી તેણે પિતા અજયભાઇ અશોકભાઇ વાઘેલા (ઉ.વ.47) પહોંચ્યા હતાં અને માથાકુટ નહીં કરવા રૂપેશ સહિતને સમજાવતાં તેના ઉપર પણ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દેવામાં આવી હતી.
- Advertisement -
એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ બનાવમાં પોલીસે અજયભાઇ વાઘેલાની ફરિયાદને આધારે ઍટ્રોસીટી હેઠળ ગુનો નોંધ્યો છે. અજયભાઇઍ જણાવ્યું છે કે મારો દિકરો ક્રિકેટ રમવા ગયો હોઇ માથાકુટ થતાં હું અને મારો દિકરો ત્યાં સમજાવવા જતાં સમીરે મને ગાળો દઈ તમે સમાજના બહુ મોટા આગેવાન થઇ ગયા છો.તેમ કહી જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી બેટ સ્ટમ્પથી હુમલો કર્યો હતો.
વાલ્મિકી સમાજે પોલીસ કમિશનરને કરી રજૂઆત
આ ઘટનાને લઈને આજે સમસ્ત વાલ્મીકિ સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, આરોપી સમીર જુનાફ જુણેજા સહિતના લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અજયભાઈ વાઘેલા સમાજના આગેવાન છે. તેઓ ભાજપ સફાઈ કામદાર સેલના ક્ધવીનર છે તેને અપમાનિત કરી હુમલો કરવામાં આવ્યો છે. તો તેના આરોપીને કડક સજા થાય તેવી અમારી માંગ છે.