વિશ્ર્વ સાયકલ દિવસ નિમીતે જૂનાગઢ મહાનગર પાલીકા અને મંતવ્ય ન્યૂઝ દ્વારા અંગદાનને લઇ લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ સાયકલ વીરો જોડાયા હતા.વહેલી સવારે 6 કલાકે જૂનાગઢના મેયર ગીતાબેન પરમારના હસ્તે તળાવ દરવાજા શહિદ પાર્ક ખાતેથી સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું,જૂનાગઢ વિવિધ માર્ગો પર ફરી હતી. આ અભિયાનમાં કમિશ્ર્નર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતનાઓ સાયકલ લઈને જોડાયા હતા.આ અભિયાનમાં જૂનાગઢ રાઇડર્સ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન અને સાયકલિંગ ક્લબ સહિતની સંસ્થાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમને બિરદાવીને જૂનાગઢના રિપોર્ટર અમ્માર બખાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. (તસવીર: અમ્માર બખાઈ)
જૂનાગઢમાં અંગદાનની જાગૃતિ માટે સાયક્લોથોન
Follow US
Find US on Social Medias