ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે “નેશનલ સ્પોર્ટ્સ ડે” નિમિત્તે ભવ્ય સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઓખાના સુદર્શન સેતુ ખાતે 29 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 7 વાગ્યે યોજાશે. ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિને સમર્પિત આ સાયકલોથોનમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાશે. મહેમાનો તથા ખેલ પ્રેમીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉજવાશે.