તોફાનના લીધે 47 ગામડાં પ્રભાવિત તો 1 હજારથી વધારે ઘરો પ્રભાવિત
અસરગ્રસ્ત જિલ્લામાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા ટીમ મોકલાઇ હતી
મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં ગુરુવારે આવેલા ચક્રવાતી વાવાઝોડામાં 1000થી વધુ ઘરો પ્રભાવિત થયા હતાં. જો કે, કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાનું સામે નથી આવ્યું. જો કે, એક વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના 47 ગામો વાવાઝોડાથી પ્રભાવિત થયા છે, જેમાં અનેક ઘરોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. જેની અંદર જાહેર બાંધકામ વિભાગની કચેરી અને પશુ ચિકિત્સા દવાનો સમાવેશ થાય છે.તેઓએ કહ્યું કે, તમામ સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત ગામડાઓમાં સ્થળાંતર અને પુન:સ્થાપનના કામો માટે તૈનાત કરવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, જિલ્લાના ડેપ્યુટી કમિશનરે તમામ સંબંધિત બીડીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઇમરજન્સી બેઠક યોજી હતી. દરમિયાન, તમામ લાઇન વિભાગો – પોલીસ, ફોરેસ્ટ અને PWD (R) ને તાત્કાલિક મંજૂરી અને પુન:સ્થાપન માટે જરૂરી પગલાં લેવા માટે તૈનાત કરવામાં આવ્યા હતાં. મેઘાલય એનર્જી કોર્પોરેશન લિમિટેડે અસરગ્રસ્ત જિલ્લામાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા માટે તુરંત પોતાની ટીમ મોકલી હતી.


