ઓરિસ્સામાં હાઇ અલર્ટ: NDRFની 29 ટીમ તહેનાત કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’માં પરિવર્તિત થઈ શકે છે. એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાશે અને 100 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે. સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) રાજ્ય ફાયર સર્વિસ અને ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ સહિત 266 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથી ગઉછઋની 29 ટીમને તહેનાત કરી દેવામાં આવી છે અને 33 ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.
ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં 100 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે
PM મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત એજન્સીઓની તૈયારી બાબતની સમીક્ષા કરી હતી.
- Advertisement -



