બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતનાં કેટલાક દરિયાકાંઠાઓ પર 9 નંબરનું અને કેટલાક બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
- Advertisement -
ભયંકર બિપોરજોય વાવાઝોડું ઉત્તર તરફ આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં 9 નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે.કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરનાં બંદરો પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.જ્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહી રાજુલામાં 9 ગામો એલર્ટ મૂકવામાં આવ્યો છે જ્યારે કચ્છના દરિયાઇ વિસ્તારમાં 144 લાગુ કરાઈ છે. NDRFની વધુ 2 ટીમો ગુજરાત આવી છે. અત્યારે કચ્છ,જામનગર અને દ્વારકામા SDRF,NDRFની 2-2 ટીમ જ્યારે ગીરસોમનાથ,જૂનાગઢ,મોરબી,પોરબંદરમાં SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરાઈ છે.
મોરબી અને દ્વારકામાં 9 નંબરનું સિગ્નલ
મોરબી જિલ્લાના નવલખી બંદરે 9 નંબરનું સિગ્નલ મુકવા આદેશ આપવામાં આવ્યો છે.ગઈકાલ સુધી નવલખી બંદરે 4 નંબરનું સિગ્નલ હતું આજે સંભવીત વાવાઝોડાની અસરને લઇ સિગ્નલ બદલી 9 નંબરનું કરાયું છે. લોકોને સુરક્ષિત સ્થળે જવા તેમજ માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ સિવાય દ્વારકા જિલ્લાના ઓખા,સલાયા,વાડીનાર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
ગીરસોમનાથમાં સ્થળાંતરનું કામ શરૂ
ગીરસોમનાથમાં વાવાઝોડાના ખતરાને પગલે પોલીસ દ્વારા સ્થળાંતરનું કામ હાથ ધર્યું.દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ.ગીરસોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મૂકાયો છે.
દક્ષિણ ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ
બિરોપજોય વાવાઝોડાની વધી રહેલી અસરને જોતાં દક્ષિણ ગુજરાતના તમામ બંદોર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલીનાં જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું.