હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે, આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે બિપોરજોય વાવાઝોડું
બિપોરજોય વાવાઝોડાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થઈ ચૂક્યું છે. આજે બપોર બાદ વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. મહત્વનું છે કે, અત્યારે વાવાઝોડું પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે તમામ બંદર પર હાઈઍલર્ટ જાહેર કરી દેવાયું છે.
- Advertisement -
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગરો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલીનાં પીપાવાવ પોર્ટનો દરિયો આગામી સમયમાં તોફાની બની શકે છે. ત્યારે જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ, પોરબંદર, માંદરોળનાં દરિયા કિનારે પણ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માંગરોળનાં દરિયામાં કરંટ વધતા 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળમાં માછીમારોને પોતાની બોટ બહાર લઈ લેવાની સૂચના પણ આપવામાં આવી છે.
વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે પરંતુ ગુજરાતમાં અસર વર્તાશેઃ અંબાલાલ પટેલ
અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વાવાઝોડાની પ્રક્રિયા અરબ સાગરમાં શરૂ થઈ છે. અત્યારે વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. જોકે, વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાશે. વાવાઝોડાના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફૂંકાશે.
- Advertisement -
દરિયામાં જોવા મળશે ભારે હલચલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8, 9 જૂનના રોજ દરિયામાં ભારે હલચલ જોવા મળશે. સમુદ્રમાં ઉચાં મોજા ઉછળશે. આ દરમિયાન કેરળમાં વરસાદ આવી શકે છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં વરસાદ આવી શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમા જોવા મળશે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આપશે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7, 8, 9 જૂને કેરળમાં વરસાદ આવી જશે. ગુજરાતમાં ચોમાસું સમયસર આવવાની શક્યતાઓ છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાએ બેથી ત્રણ વખત પોતાની દિશા બદલાવી છે, જેથી એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું હજું પણ પોતાની દિશા બદલી શકે છે. જ્યાં સુધી આ વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાં સુધી માછીમારોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.