બિપોરજોય વાવાઝોડું 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતની માથે બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના 15 જૂને માંડવી-કચ્છ વચ્ચે ટકરાવવાની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, આ વાવાઝોડું પોરબંદરથી સમુદ્રમાં 360 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી સમુદ્રમાં 400 કિમી, નલિયાથી સમુદ્રમાં 490 કિમી દૂર અને કરાચીથી સમુદ્રમાં 660 કીમી દૂર છે. આ વાવાઝોડું 5 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે.
- Advertisement -
CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ
અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી સંદર્ભે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત કરાઈ છે. રાહત અને બચાવની કામગીરી માટે નેવી, કોસ્ટગાર્ડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRFની ટીમ પણ ખડેપગે છે ત્યારે તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાની અસર પહોંચી વળવા પૂર્વ તૈયારી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત ફરજબદ્ધ છે.
નાગરિકોને સહયોગ આપવાની હર્ષ સંઘવીની અપીલ
દ્વારકામાં વાવાઝોડાની અસરને પહોંચી વળવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ખંભાળિયા આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે હર્ષ સંઘવીએ વાવાઝોડા સંદર્ભે અધિકારીઓની સાથે ચર્ચાઓ કરી હતી. જે બાદ હર્ષ સંઘવીએ યાત્રાળુઓને 16 સુધી દ્વારકાના પ્રવાસે ન આવવાની આપીલ કરી હતી. સાથે જ નાગરિકોને સહયોગ આપવાની અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. સસ્તા અનાજની દુકાન પર દરેક નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન કરી દીધું છે.
કન્ટ્રક્શન સાઇટ પર સેન્ટીંગ કામ ન કરવાની સૂચના
બિપોરજોય વાવાઝોડાની અસરને લઈ તંત્ર સાબદુ થઈ ગયું છે. ભાવનગર શહેરમાં વાવાઝોડાની અસરને પગલે 4 દિવસ હાલમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઇટો ઉપર સ્લેબના સેન્ટીંગ કામો ન કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લેબરોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. પતરાવાળી લેબર કોલોનીમાં રહેતા લેબરોને શિફ્ટ કરવા અને સલામત જગ્યા ઉપર ખસેડવા કરવાની અપીલ કરાઈ છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘા, કુડા, કોલિયાક, હાથબ સહિતના દરિયા કિનારા ઉપર લોકોની અવર-જવર પર પ્રતિંબંધ મુકાયો છે. કોલીયાક નજીક દરિયા કાંઠાના લોકો પ્રભાવિત થાય તો શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે.
- Advertisement -
દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા
બિપરજોય વાવાઝોડાના પગલે દેવભૂમિ દ્વારકાના સમુદ્રમાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પાસે 20 ફૂટથી ઉંચા મોજા ઉછળતા ઘાટના પથ્થરો ઉખડી ગયા છે. વાવાઝોડાને પગલે દ્વારકા જિલ્લાને રેડ અલર્ટમાં મુકવામાં આવ્યો છે. 15 જૂને વાવાઝોડાના કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે. જેને પગલે દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં બે દિવસની રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને 1 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડી દીધા છે. દ્વારકાનો સમુદ્ર તોફાની બનતા સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.ઓખામાં 1250 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
નવલખીના દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
‘બિપોરજોય’ની આગાહીના પગલે મોરબી તંત્ર દ્વારા દરિયા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવલખી બંદર પર અગાઉના ભયસૂચક સિગ્નલ 2 નંબરને હટાવીને 4 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની અસરમાં વધારો થતાં ભયસૂચક સિગ્નલને લગાવાયું છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાંથી લોકોને દૂર થવાની સૂચના આપવામાં આવી છે.
પોરબંદરમાં કલમ 144 લાગુ કરાઈ
આ તરફ પોરબંદરમાં પણ બિપોરજોયની અસર વર્તાઈ રહી છે. પોરબંદરનો સમુદ્ર ગાંડોતૂર થયો છે અને કિનારા પર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદરનો ચોપાટી અને માધવપુર બીચ લોકો માટે બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ કલેક્ટરે લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિ સમુદ્રના પાણીમાં ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ લોકોને પણ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે. પોરબંદરમાં વાવાઝોડાને